ETV Bharat / state

આણંદ કોવિડ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી દર્દીનું મોતઃ પરિજનોનો આક્ષેપ

કોરોના સંક્રમણના ભોગ બનેલા ઘણા દર્દીઓ માટે કોવિડ હોસ્પિટલમાં લીધેલી સારવાર આશીર્વાદ સાબિત થતી હોય છે. પરંતુ આણંદમાં કોવિડ હોસ્પિટલ એક દર્દી માટે કાળ સમી સાબિત થઈ છે, જેમાં સારવાર લઈ સ્વસ્થ બનવાના સ્વપ્ન જોતા દર્દીનો ખાનગી હોસ્પિટલમાં ફરજ પરના સ્ટાફની બેદરકારીએ ભોગ લીધો છે.

આણંદ કોવિડ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી દર્દીનું મોતઃ

author img

By

Published : Dec 26, 2020, 5:51 PM IST

  • આણંદ ખાનગી કોવિડ હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત
  • મૃતક ભુપેન્દ્ર પટેલ 14 દિવસથી હતા સારવાર હેઠળ
  • દર્દીએ પરિવારને ફોન કરી સ્ટાફ ન હોવાની કરી જાણ
  • મૃતકના પરિજનોએ મચાવ્યો હોબાળો

આણંદઃ કોરોના સંક્રમણના ભોગ બનેલા ઘણા દર્દીઓ માટે કોવિડ હોસ્પિટલમાં લીધેલી સારવાર આશીર્વાદ સાબિત થતી હોય છે. પરંતુ શહેરમાં કોવિડ હોસ્પિટલ એક દર્દી માટે કાળ સમી સાબિત થઈ છે, જેમાં સારવાર લઈ સ્વસ્થ બનવાના સ્વપ્ન જોતા દર્દીનો ખાનગી હોસ્પિટલમાં ફરજ પરના સ્ટાફની બેદરકારીએ ભોગ લીધો છે.

આણંદ કોવિડ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી દર્દીનું મોતઃ

દર્દીએ ફોન કરી બેદરકારી ની પરિવારને કરી જાણ

પ્રાપ્ત માહિતી મુજબ આણંદમાં આવેલી એક ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે 14 દિવસ પહેલા દાખલ થયેલા 65 વર્ષીય ભુપેન્દ્ર પટેલનું શનિવારે વહેલી સવારે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે મૃત્યુ થયુ છે. પરિવાર દ્વારા હોસ્પિટલ પહોંચી હોબાળો માચાવામાં આવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, સવારે ભુપેન્દ્રભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જે માટે તેમણે અવાર-નવાર હોસ્પિટલમાં સ્ટાફને બેલ મારી સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હતો. જ્યાં કોઈ કર્મચારી રૂમમાં મદદ કરવા ન આવતા અંતે દર્દીએ પરિવારને ફોન કરી ઘટના અંગે જાણ કરી હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

સ્ટાફ મદદ માટે આવે પહેલા જ દર્દીનું મોત

પરિવારના જણાવ્યા મુજબ તેમના દ્વારા દર્દીના આવેલા ફોન અંગે હોસ્પિટલને જાણ કરવા અને મદદ પહોંચાડવા હોસ્પિટલનો સંપર્ક કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમ છતાં હોસ્પિટલમાંથી જવાબ ન મળતા સંબંધીને ફોન કરી હોસ્પિટલ મોકલી દર્દીના રૂમમાં મદદ પહોંચાડવા જણાવ્યું હતું. જે અંગે સ્ટાફ દ્વારા દર્દીના રૂમમાં પહોંચ્યા ત્યારે દર્દી મૃત્યુ પામી ચુક્યો હતો.

પરિવારએ મચાવ્યો હોબાળો

હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે જ્યારે દર્દી ભુપેન્દ્રભાઈ પટેલ મૃત્યુ પામ્યા છે. જેની જાણ પરિવારને કરવામાં આવતાં પરિવાર દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે, અપરા હોસ્પિટલની બેદરકારીના કારણે તેમના સ્વજનનું મોત થયુ છે. આ સાથે જ પરિવારે મૃતકનો મૃતદેહ સ્વીકાર કરવાની ના પાડી હતી. તેમજ જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે માગ કરી છે.

જવાબદાર કર્મચારી વિરુદ્ધ જરૂરી પગલાં લેવામાં આવશે: ડોક્ટર

ઉલ્લેખનીય છે કે, આણંદમાં બનેલી ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા તેમજ તેમના સ્વજનોની સારવારને લઇને ચિંતિત બન્યા હતા. આ ઘટનામાં હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે જ્યારે ભુપેન્દ્રભાઈ પટેલનો ભોગ લેવાયો છે. ત્યારે હોસ્પિટલના ડોકટર અજય કોઠીયાલા દ્વારા ઘટનામાં હોસ્પિટલ સ્ટાફની બેદરકારી સ્વીકારી જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે, તેમજ પરિવારની માફી માંગી આશ્વાસન આપ્યું હતું. ડો.અજય કોટિયાલા દ્વારા સ્ટાફની બેરકારી સ્વીકારતા જણાવ્યું હતું કે,આ ઘટનામાં દર્દી ભુપેન્દ્રભાઈ પટેલની અપરા હોસ્પિટલમાં છેલ્લાં 14 દિવસથી સારવાર ચાલતી હતી. જેઓની તબિયતમાં ખૂબ સુધાર આવ્યો હતો. આથી તેમને ICUમાંથી રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શનિવારે સવારે તેમની ઓક્સિજનની પાઇપ નીકળી જતાં શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ ઉભી થઇ હતી. જે અંગે દર્દી દ્વારા બેલ મારી સ્ટાફને બોલાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યાં સ્ટાફની નિષ્ક્રિયતાના કારણે દર્દીએ જીવ ગુમાવો પડ્યો છે. જે અંગે તપાસ કરી જવાબદાર સ્ટાફને ફરજમુક્ત કરી જરૂરી પગલાં ભરવા માટેની પરિવારને ખાતરી આપી હતી.

પરિવાર એ મૃતદેહ નો સ્વીકાર કરવાનો કર્યો ઇનકાર

હોસ્પિટલની બેદરકારીના કારણે જ્યારે પરિવારે સ્વજન ગુમાવ્યું છે, ત્યારે પરિવારે હોસ્પિટલ પર કાયદેસર કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. જે અંગેની ફરિયાદ આણંદ પોલીસ મથકમાં આપવા માટે પરિવારે કાર્યવાહી કરી, ડોક્ટર અને જવાબદાર કર્મચારીઓ પર ફોજદારી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. પરિવારના જણાવ્યા મુજબ જ્યાં સુધી ડોક્ટર પર શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે ત્યાં સુધી તેમના દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.