ETV Bharat / state

Communal Violence in Khambhat: ખંભાતમાં હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને મળ્યા સાંસદ મિતેશ પટેલ, અંતિમ યાત્રામાં શહેર હીબકે ચડ્યું - ગુજરાતમાં કોમી રમખાણો

આણંદના ખંભાતમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રામાં થયેલા હુમલામાં (Communal Violence In Khambhat) એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ત્યારે આ મૃતકની અંતિમ યાત્રામાં શહેર આખું હીબકે ચડ્યું હતું. તેવામાં સાંસદ મિતેશ પટેલે (MP Mitesh Patel visiting Khambhat) મૃતકના પરિવારને મળી તેમને સાંત્વના પાઠવી હતી.

Communal Violence in Khambhat: ખંભાતમાં હુમલામાં એકનું મૃત્યુ થતાં સાંસદ મિતેશ પટેલે લીધી મુલાકાત, અંતિમ યાત્રામાં શહેર હીબકે ચડ્યું

author img

By

Published : Apr 12, 2022, 11:05 AM IST

આણંદ : ખંભાતમાં રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર 100થી 150 જેટલા અસામાજિક તત્વોના ટોળા દ્વારા યાત્રામાં ભારે પથ્થરમારો (Communal Violence In Khambhat) થતાં અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો હતો. અચાનક બનેલી આ ઘટનામાં યાત્રામાં જોડાયેલા રામ ભકતોમાં નાસભાગ મચી જવા પામી હતી. અને આ સમગ્ર હુમલામાં એક વયસ્ક કનૈયાલાલ રાણાનું મૃત્યુ થયું હતું. આપને જણાવી દઈએ કે, સમગ્ર ઘટનામાં અનેક નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા અને શોભાયાત્રાના બંદોબસ્તમાં આવેલા પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી. જે બાદ ઘટનાને પગલે જિલ્લાનો પોલીસ કાફલો ખંભાતમાં તહેનાત કરી દેવામાં આવ્યો છે.

ખંભાતમાં હુમલામાં એકનું અવસાન થતાં સંસદસભ્ય મિતેષ પટેલે લીધી મુલાકાત

સમગ્ર શહેર હીબકે ચડ્યું - ઘટનામાં મૃત્યુ પામેલા કનૈયાલાલ રાણાના મૃતદેશની ખંભાતમાં ભારે હૈયે અંતિમ યાત્રા નીકળી હતી. ત્યારે સમગ્ર શહેર હીબકે ચડી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર શહેરમાં જય શ્રીરામના નારા સાથે નીકળેલી સ્મશાન યાત્રા સહિત શહેરીજનોએ મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં ભોગ બનેલા મૃતકના પરિવારને આશ્વાસન આપવા જિલ્લાના સાંસદ મિતેશ પટેલ (MP Mitesh Patel visiting Khambhat) ખંભાત પહોંચ્યા હતા.

અંતિમ યાત્રા શહેર ચડ્યું હીબકે
અંતિમ યાત્રા શહેર ચડ્યું હીબકે

આ પણ વાંચો : Ram Navami Festival In Dwarka : દ્વારકામાં રામનવમી પર જય શ્રી રામના નારા સાથે લોકો પોલીસ મથકે ઉમટ્યા, શા માટે જુઓ

"કોમી એકતા ડોળવાનો પ્રયત્ન" - સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે, ખંભાતમાં કોમી એકતા ડહોળવાનો (Stone Pelting in Khambhat) સતત પ્રયત્ન થતો હોય છે. જે રામનવમીના શુભ પ્રસંગે યોજાયેલી રામજીની શોભાયાત્રા પર જે અસામાજિક તત્વો દ્વારા હલકું કૃત્ય કરવામાં આવ્યું છે. તે તમામ પર સરકાર અને તંત્ર સખત પગલાં ભરશે. સાથે તેમણે મીડિયાના માધ્યમથી પ્રજાને અપીલ કરી હતી કે, આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનિય બનાવ (Communal Riots In Gujarat) ના બને તે માટે દરેક નાગરિકે તકેદાર રહેવું પડશે.

ખંભાતમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાની હુમલામાં એકનું અવસાન

આ પણ વાંચો : Communal violence in Gujarat : હિંમતનગરમાં ધારા 144 લાગુ, SRP અને RAF ગોઠવાઈ,તપાસના આદેશ સાથે હિંસાખોરો સામે કાર્યવાહી શરુ

100 લોકો સામે ફરિયાદ - મહત્વનું છે કે ખંભાતમાં થયેલા પથ્થરમારામાં પોલીસે બે ગુના નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એક ફરિયાદમાં 61 નામ જોગ સહિત અજાણ્યા 100 જેટલા લઘુમતી સમાજના લોકો સામે ગુનો નોંધાયો છે. જેમાં અત્યાર સુધી 8 લોકોની અટકાયત પણ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ફરિયાદમાં શોભાયાત્રાનું આયોજન કરનાર 4 શખ્સો સહિત 1000 જેટલા લોકો પર ફરિયાદ (Stone Throwing at Ram Navami in Khambhat) દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.