ETV Bharat / state

આણંદ જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો, 1500થી વધુ કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા - આણંદ ભાજપટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો પાર્ટીને વધુમાં વધુ મજબૂત કરવા માટે પ્રયત્નો કરતી નજરે પડી રહી છે, તેવામાં આણંદ જિલ્લા કોંગ્રેસ માટે માઠા સમાચાર રૂપ ઘટના આણંદની ખાધલી મુકાવે બની છે.

ETV BHARAT
1500થી વધુ કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા
author img

By

Published : Jan 31, 2021, 7:50 PM IST

  • કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું
  • જિલ્લા પ્રભારી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં ખાંધલી ગામે યોજાયો કાર્યક્રમ
  • કાર્યક્રમમાં 1500થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા
    1500થી વધુ કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા

આણંદઃ જિલ્લામાંથી 1500થી વધારે કોંગ્રેસી કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે સહમત બની કેસરીયો ખેસ ધારણ કર્યો છે. જેથી આણંદના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

1500થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા

કોંગ્રેસ પક્ષના વફાદાર કહી શકાય તેવા પાયાના કાર્યકર અને ખાંધલી ગામ પંચાયતના સરપંચ ભરત સોલંકી તથા આણંદ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ ગોહિલ તેમના સાથી કાર્યકરો સાથે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરી વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા છે, ત્યારે ETV BHARAT દ્વારા ચરોતરની ધરતી પરના સૌથી મોટા પક્ષ પલટાના આ કાર્યક્રમમાં દિશાસૂચકની ભૂમિકા ભજવનાર ભરત સોલંકી તથા રાજેન્દ્રસિંહ ગોહિલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

ETV BHARAT
1500થી વધુ કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા

કાર્યકરોની અવગણનાના કારણે પક્ષ પલટો

આ પ્રસંગે ખાધલી ગામના સરપંચ અને 17 વર્ષથી કોંગ્રેસના પ્રખર પ્રચારક તરીકે સેવા આપનાર ભરત સોલંકી સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સૌનો સાથ મારા વિકાસની વિચારધારા સાથે કામ કરી રહ્યો છે. જે પ્રજા અને કાર્યકરો માટે ખૂબ જ નુકસાનકારક છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌના વિકાસના સૂત્રને સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યો છે. જેથી ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને અને કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવતી સતત અવગણના કારણે આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કર્યો છે. વધુમાં હાલમાં જ અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં પક્ષ દ્વારા કરવામાં આવેલ અન્યાય અંગે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે બીજી તરફ આણંદ જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળતા રાજેન્દ્ર સિંહ ગોહિલે પણ ખાધલી ગામના સીમાડે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં કેસરીયો ખેસ ધારણ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ એ વ્યક્તિ ગત રાજકારણના કારણે કાર્યકરોની અવગણનાના કારણે આજે 1500થી વધુ કાર્યકર્તાઓ પક્ષ પલટો કરી રહ્યા છે.

કાર્યકરો નેતાઓ અને સ્થાનિક આગેવાનોથી નારાજ

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષની ખૂબ મજબૂત પકડ ચરોતરમાં ગણવામાં આવતી હતી, પરંતુ એક બાદ એક કોંગ્રેસ પક્ષમાં પડી રહેલા ગાબડામાં પક્ષમાં મોટો મનભેદ રહેતો હોવાની ચર્ચા આણંદ જિલ્લાના રાજકારણમાં ચર્ચાઈ રહીછે. આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. સરદાર પટેલથી લઇ માધવસિંહ સોલકી સુધીના નેતાઓ આણંદ જિલ્લામાંથી આગળ આવી પ્રજા હિતમાં સમાજ સેવા કરી લોક ચાહના મેળવવામાં સફળ નીવડ્યા હતા. વર્તમાન કોંગ્રેસમાં પણ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા જેવા રાજ્યના અગ્રીમ હરોળના કોંગ્રેસના નેતાઓ પણ આણંદ જિલ્લામાંથી આવે છે. આમ છતાં જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો નેતાઓ અને સ્થાનિક આગેવાનોથી નારાજ થઈ પક્ષ પલટાની હાર માળા સર્જી રહ્યા છે. પક્ષ દિન પ્રતિદિન નબળો બનતો નજરે પડી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ પક્ષ પલટાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા કાર્યકરોની મદદથી જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર વિજય મેળવે છે કે કોંગ્રેસ પક્ષમાં પડેલા ગાબડાં પુરીને કોંગ્રેસ જિલ્લામાં સત્તા સાચવી રાખવામાં સફળ નીવડે છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.