- રેમડેસીવીર ઇન્જેક્શનની માંગમાં ખૂબ જ વધારો જોવા મળ્યો
- ઇન્જેક્શનની કાળા બજારી અને નકલી ઇન્જેક્શનનો વેપાર ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો
- આણંદ સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ એક ગૂનો દાખલ કરવામાં આવ્યો
આણંદ : કોરોના મહામારીમાં દર્દીઓને સારવાર માટે મદદરૂપ સાબિત થતા રેમડેસીવીર ઇન્જેક્શનની માંગમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. તે સાથે આ ઇન્જેક્શનની કાળા બજારી અને નકલી ઇન્જેક્શનનો વેપાર પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી જાવા પામ્યો છે. શહેરમાં આ પ્રકારની ઘટનાઓનો સિલસિલો સામે આવ્યો છે.
આણંદ પોલીસ દ્વારા ચાર શખ્સો સામે ગૂનો નોંધવમાં આવ્યો
આણંદ શહેરમાં અગાઉ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 45 જેટલા ઇન્જેક્શનની સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આણંદ પોલીસ દ્વારા પણ ચાર શખ્સો સામે ગૂનો નોંધવમાં આવ્યો હતો. ત્યારબાદ એક મહિલાને પણ આ ઇન્જેક્શનની કાળા બજાર કરતા ઝડપી પાડી હતી. તે અંગેની તપાસ હજુ ચાલી રહી છે. તેવામાં આણંદ સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ એક ગૂનો દાખલ કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગનું આઈકાર્ડ, ખાલી બોટલો, 15 નંગ ઇન્જેક્શન અને બોટલના બૂચ મળી આવ્યા
આણંદ પોલીસને બાતમી મળી હતી કે, એક વ્યક્તિ કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસીવીર ઇન્જેક્શન વેચવા આવવાનો છે. જે અંગે પોલીસે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી એક શખ્સને ઝડપી પડ્યો હતો. પોલીસે પકડેલા શખ્સની અંગજળતી કરતા તેની પાસેથી બે ઇન્જેક્શન મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગનું આઈકાર્ડ, ખાલી બોટલો, 15 નંગ ઇન્જેક્શન અને બોટલના બૂચ મળી આવ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સનું નામ સરનામું પૂછતાં તે ઉમરેઠનો રહેવાસી જગદીશચંદ્ર રમણ પરમાર હોવાનું ખૂલાસો થયો હતો.
આ પણ વાંચો : લખનઉ: નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા વ્યક્તિની કરવામાં આવી ધરપકડ
જગદીશ પરમાર પાસેથી 1.64 લાખ જેટલો મુદ્દમાલ કબજે કર્યો
આણંદ પોલીસે જગદીશ પરમાર પાસેથી 1.26 લાખ રોકડા સાથે એક્ટિવ મોબાઈલ, ઇન્જેક્શનની ખાલી બોટલો, ઇન્જેક્શન અને ગ્લુકોઝના પાઉચ સાથે 1.64 લાખ જેટલો મુદ્દમાલ કબજે કર્યો છે. પોલીસે ઝડપેલા જગદીશ પરમાર સામે ઇપીકોની જૂદી-જુદી કલમો સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ઔષધ અને પ્રસાધનો સામગ્રી અધિનિયમના અંતર્ગત ગૂનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.