મારો ભગવાન શ્રીકૃષ્ણને જન્માષ્ટમી નિમિત્તે પત્ર
આજે મને 50 વર્ષ પુરા થયા આ સુંદર ધરતી અવતરણ કર્યાને, તો થયું આજે જન્માષ્ટમી છે તો ચાલને કાનાને પત્ર લખું.
હે પ્રભુ…તારો વાસ કણકણમાં અને ક્ષણક્ષણમાં છે તો; અધર્મનો નાશ કરી ધર્મની પ્રતિભા સ્થાપવાની મને શક્તિ આપ. જન્મ આપ્યો છે, તો હસતા મુખે પોતાના કર્મને નિભાવવાનો સંકલ્પ નિરંતર અને અખંડ રાખવા મારી પડખે રહેજે. મને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનરૂપી ગંગા વહેતી રાખવાની સુજ આપી છે તો તેનો પ્રહાર અનંત રખીશને. તું મને શીખવતો રહેજે હે કાના કે કળિયુગમાં કેવી રીતે જીવવું. મારી સેવાકીય કારકિર્દીમાં મારા પરમ ધર્મ સેવાના લક્ષ્યથી હું કદી ભટકું નહી, એવુ મને બળ આપ. અંતમાં, યુગપુરુષ શ્રીકૃષ્ણ મને એક વરદાન આપ કે કોઈપણ સંતાન અભ્યાસથી વંચિત ન રહી જાય તેવો તારો જાદુ સમગ્ર ભારતમાં ફેલાય તેવું કર.
। જયશ્રી કૃષ્ણ ।
લી.
નિપા પટેલ
સામાજિક કાર્યકર
આણંદ
જન્માષ્ટમી નિમિત્તે આણંદના સામાજિક કાર્યકર નીપા પટેલનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર
આજે 30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીનો પર્વ છે. ગયા વર્ષે આ પર્વની ઉજવણી કોરોનાના કારણે થઇ ન હતી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને ઉજવણીમાં છૂટછાટ આપી છે. ત્યારે આણંદના સામાજિક કાર્યકર નીપા પટેલે જન્માષ્ટમીના પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને એક પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.