- ખંભાત નગરપાલિકાની લાખોની વેરા વસૂલાત બાકી
- ઉમેદવારી નોંધાવનારા અનેક નેતાઓની વેરા ભરપાઈ બાકી
- ખંભાત પાલિકાની 62 લાખ 27 હજારની વેરા વસુલાત સરકારી કચેરીઓની બાકી
ખંભાત : નગરપાલિકામાં અનેક મોટા માથાઓ તથા રાજકારણીઓના ઘર દુકાનો તથા ઓફિસોના વેરા ભરવાના બાકી છે. છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવનારા અનેક નેતાઓની વેરા ભરપાઈ બાકી હોવાથી તેઓ દ્વારા વેરાની ભરપાઈ માટે નગરપાલિકામાં લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય પરિવારમાંથી આવતા અનેક લોકોના વેરા બાકી હોઇ નગરપાલિકા દ્વારા ઘેર-ઘેર ઢોલ નગારા વગાડી વેરાની વસૂલાત કરાઈ હોવાનું પણ જાણવા મળે છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી રહી છે.