ETV Bharat / state

ખંભાતના ધારાસભ્યને વોટ્સએપ મેસેજમાં મળી ધમકી - ખંભાતના સમાચાર

અજાણ્યા શખ્સ દ્વારા ખંભાતના ધારાસભ્યને વોટ્સએપ પર વીડિયો કોલ કર્યા બાદ મેસેજ કરી ધારાસભ્યને બદનામ કરવાની તથા રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બદલ ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ખંભાતના ધારાસભ્યને વોટ્સએપ મેસેજમાં મળી ધમકી

author img

By

Published : May 13, 2021, 5:29 PM IST

  • અજાણ્યા શખ્સે વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો
  • વીડિયો કોલ કર્યા બાદ મેસેજમાં આપી ધમકી
  • 15,500 રૂપિયાની માંગણી કરાઈ
  • ધારાસભ્ય મયુર રાવલને અજાણ્યા શખ્સ દ્વારા આપવામાં આવી ધમકી

આણંદઃ ખંભાતના ભાજપના ધારાસભ્ય મહેશકુમાર ઉર્ફે મયુર રાવલને ગઈકાલે 12 મેના રોજ કોઈ અજાણ્યા શખ્શે વોટ્સએપ પર વીડિયો કોલ કરી આ વીડિયો કોલને રેકોર્ડીંગ કરી તેમાં એડિટિંગ કરી બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની મેસેજમાં ધમકી આપી 15,500ની માંગણી કરી હતી. આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ખંભાતના ધારાસભ્યને વોટ્સએપ મેસેજમાં મળી ધમકી

ધરાસભ્યને બદનામ કરવાની ધમકી

ખંભાતના ધારાસભ્ય મહેશકુમાર ઉર્ફે મયુર કનૈયાલાલ રાવલ ગઈકાલે 12 મેના રોજ 11:30 કલાકે તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ઓફિસે હાજર હતા તે દરમિયાન અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી કોઈ અજાણ્યા શખ્સે વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો હતો. તેમનો વિડીયો ઉતારી એડિટિંગ કરીને બદનામ કરવાના ઈરાદે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ

શખ્સે વારંવાર વીડિયો કોલ કર્યા

આ વીડિયો ઉતાર્યા બાદ આ શખ્સ દ્વારા વારંવાર વીડિયો કોલ કરવામાં આવ્યા હતા. તેમ છતાં ધારાસભ્યએ ફોન રિસીવ ના કરતા મેસેજમાં ધમકી આપવામાં આવી હતી. વીડિયો અપલોડ નહીં કરવા બાબતે વોટ્સએપ મેસેજ દ્વારા 15,500 રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ શખ્સ દ્વારા આ વીડિયો તેમના પરિવારને તેમજ સગા સંબંધીઓને મોકલી તેમજ તેમની રાજકીય કારકિર્દી પણ ખતમ કરવાની ધમકી આપવામાં આવી હતી. જેને લઇને ધારાસભ્ય મયુર રાવલે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે IT એક્ટની જુદી-જુદી કલમો તેમજ IPC કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટના બાબતે પોલીસની શંકાસ્પદ ભૂમિકા

આ અંગે મીડિયા કર્મીઓ દ્વારા આણંદ જિલ્લા પોલીસ વડાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ દ્વારા મીડિયાકર્મીઓનો ફોન રિસીવ ન કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.