- જિલ્લામાં કુલ 12 કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ કાર્યરત
- જિલ્લામાં દૈનિક 3.5 ટન ઓક્સિજનનો થાય છે વપરાશ
- આણંદ જિલ્લામાં એક જ છે ઓક્સિજન મેન્યુફેક્ચરિંગ યુનિટ
- ગતવર્ષની સરખામણીમાં અંદાજીત 4 ગણી વધી છે માંગ
આણંદ : કોરોના મહામારી સમગ્ર દેશને ભરડામાં લીધો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉન અને ત્યારબાદ લાગુ કરાયેલા અનલોક હોવા છતાં પણ કોરોના દિનપ્રતિદિન વધી રહ્યો છે. કોરોનાના કારણે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. તેમાં દર્દીઓને ઓક્સિજન ખુબ જ આવશ્યક બની જતો હોય છે. ત્યારે કોરોનાના કારણે ઓક્સિજનના વપરાશમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે.
આણંદમાં કોરોના મહામારીમાં ઓક્સિજનની વપરાશમાં નોંધાયો વધારો જિલ્લામાં ફક્ત એક ઓક્સિજન ઉત્પાદન કરતું યુનિટ જિલ્લામાં ફક્ત એક ઓક્સિજન ઉત્પાદન કરતું યુનિટ આવેલું છે. આણંદ જિલ્લાના જીટોડીયા પાસે સંતરામ ગેસ નામના યુનિટ દ્વારા ઓક્સિજન ઉત્પાદન કરવામાં આવે છે. જે જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગને પૂરી કરે છે. સંતરામ ઓક્સિજનના મેનેજર પરેશભાઈ પટેલનું માનીએ તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે તેમના દ્વારા ચાર ગણું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવ્યું છે. ગત વર્ષે 115000 ટન જેટલા ઓક્સિજન તેમના દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું. જે આ વર્ષે અંદાજિત 390000 જેટલું પહોંચી જવા પામ્યું છે. એટલે સ્પષ્ટપણે માની શકાય કે, કોરોનાના કારણે ઓક્સિજનના વપરાશ અને માંગમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે.
જિલ્લામાં કુલ 14 જેટલી હોસ્પિટલો કોવિડ કેર સેન્ટર તરીકે આપી રહી છે સેવા
આણંદ જિલ્લામાં કુલ 14 જેટલી હોસ્પિટલો કોવિડ કેર સેન્ટર તરીકે સેવા આપી રહી છે. જેમાં અંદાજિત 3.5 ટન ઓક્સિજનનો વપરાશ થતો હોય છે. આણંદ જિલ્લામાં 14 જેટલી કોવિડ હોસ્પિટલમાં અંદાજીત 1365 બેડની કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંથી 569 બેડ ઓક્સિજન સાથે, 210 બેડ ICU સુવિધા સાથે અને 140 વેન્ટીલેટર સાથેના બેડની સુવિધા ઉભી કરવામા આવી છે. આણંદ જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉ.શાલીની ભાટિયાના જણાવ્યા અનુસાર જિલ્લામાં કોરોના દર્દીઓ માટે ઉભી કરાયેલી સુવિધામાં ઓક્સિજનની પૂરતી સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લામાં અંદાજીત 40 ટકા જેટલા બેડની ઑક્યુપેશી રહેતી હોવા સાથે જિલ્લામાં ઓક્સિજનનો પર્યાપ્ત જથ્થો પહોંચી રહ્યો છે.
ઓક્સિજનની માંગમાં અંદાજિત ચાર ગણા જેટલો વધારો
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે જ્યારે દર્દીઓને મહત્તમ શ્વાસ લેવાની તકલીફ રહેતી હોય છે. તેવામાં દર્દીઓ માટે ઓક્સિજન આશીર્વાદ સમાન સાબિત થઇ રહ્યો છે. આણંદ જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની માંગમાં અંદાજિત ચાર ગણા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.