ETV Bharat / state

આણંદમાં કોરોનાના કેસમાં વધારો, સાસંદે બે દિવસમાં હોસ્પિટલ શરૂ કરવાનું આપ્યું આશ્વાસન

author img

By

Published : Mar 22, 2021, 7:31 PM IST

Updated : Mar 22, 2021, 7:48 PM IST

આણંદઃ જિલ્લામાં ગત વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોનાનું હોટસ્પોટ બનેલા ખંભાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચૂંટણીઓ, મિટિંગો અને પ્રવાસી બસોને કારણે તાલુકા સહિત શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું છે. સપ્તાહમાં કોરોનાથી 7 લોકોના મોત નિપજ્યા છે. વધુમાં છેલ્લા બે દિવસમાં બે થી વધુ લોકોના મોત નીપજ્યા હોઇ લોકોમાં ગભરાહટનો માહોલ ઉદ્ભવ્યો છે. જ્યારે 700થી વધુ શંકાસ્પદ કેસ અને 100 પોઝિટિવ કેસ આવ્યા હોવા છતાં નિદ્રાધીન તંત્ર હરકતમાં આવ્યું નથી. જેને લઈ નાગરિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. જયારે બીજી તરફ આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલે ખંભાતની વિકટ પરિસ્થિતિ જોઈ તાત્કાલિક કલેકટર સાથે મિટિંગ ગોઠવી ખંભાતમાં બે દિવસમાં ફરીથી હોસ્પિટલ શરૂ કરવાની ખાત્રી આપતાં શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.

આણંદમાં કોરોનાના કેસમાં વધારો
આણંદમાં કોરોનાના કેસમાં વધારો

  • આણંદમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
  • ખંભાતમાં બે દિવસમાં ફરીથી હોસ્પિટલ શરૂ કરવાની સાસંદે આપી ખાત્રી
  • 700થી વધુ શંકાસ્પદ કેસ અને 100 પોઝિટિવ કેસ

આણંદઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ખંભાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સાંસદ મિતેશ પટેલે ખંભાતની વિકટ પરિસ્થિતિ જોઈ તાત્કાલિક કલેકટર સાથે મિટિંગ ગોઠવી ખંભાતમાં બે દિવસમાં ફરીથી હોસ્પિટલ શરૂ કરવાની ખાત્રી આપી હતી. આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ જિલ્લામાં ખંભાતમાં તંત્રની બેદરકારીને કારણે કોરોના આંકને છુપાવવામાં આવી રહ્યો છે. જેને લઇ સંક્રમણ વધી રહ્યું છે. ઉપરાંત શહેરમાં એન્ટીજનસી કિટનો અભાવ છે. પૂરતા ટેસ્ટ થતા નથી, તાલુકામાં કોઈ કન્ટેન્ટમેન્ટ ઝોનની સુવિધા નથી. ખાનગી હોસ્પિટલો તગડી ફી વસૂલતા હોવાથી ગરીબ પ્રજા ઘરબેઠા સારવાર લેવા લાચાર બની છે, તાલુકામાં 45 થી વધુ ઉંમરના અનેક શિક્ષકો અધ્યાપકો સંક્રમિત હોય તેઓને ફ્રન્ટલાઈન વોરિયર્સ હોવા છતાં વેકસીનનો લાભ મળતો નથી. જેને લઇ સંક્રમણવધી રહ્યું છે.

આણંદમાં કોરોનાના કેસમાં વધારો,
આણંદમાં કોરોનાના કેસમાં વધારો,

કોરોનાથી બે દિવસમાં બે વ્યક્તિના મોત

જિલ્લાના કોરોનાના એપીક સેન્ટર તરીકે જાણીતા ખંભાતમાં કોરોનાએ બીજી ઇનિંગ શરૂ કરી છે. જેમાં કોરોનાથી બે દિવસમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. મોચીવાડ વિસ્તારમાં રહેતા વિપુલ શાંતિલાલ ચૌહાણનું કોરોનાથી વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે રેખાબેન નરેશભાઈ પંડ્યાનું કરમસદ મેડિકલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સપ્તાહમાં કોરોના થી મોતનો આંક 7 પર પહોંચ્યો છે, જ્યારે બીજી તરફ ખંભાત શહેર અકીક હીરા જવેરાતનું હબ ગણાતું હોઇ સુરત, મુંબઈ, જયપુર સાથે ધંધાકીય સંબંધો હોઇ વધુ અવરજવરને કારણે કોરોના બેકાબુ બન્યો છે. જ્યારે એક માસમાં ખંભાતમાંથી અનેક પ્રવાસીઓની બસ ઉપડી હોય તેમાંથી પણ અનેક સંક્રમણનો ભોગ બન્યા છે. જ્યારે અનેક લોકો ચૂંટણી પ્રચાર-પ્રસાર, લોક ડાયરાઓ ભજનોમાં પણ સંકલન ધરાવતા હોઇ તેઓ પણ સંક્રમણનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે.

આણંદમાં કોરોનાના કેસમાં વધારો
આણંદમાં કોરોનાના કેસમાં વધારો

આ પણ વાંચોઃ સુરતમાં કોરોનાનો કહેર વધતા ડીંડોલીમાં 8,00 મકાનોના 3,500 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા

ખંભાત નગરપાલિકા દ્વારા સેનિટાઇઝરની પ્રક્રિયા હાથ ધરાઈ

ખંભાત નગરપાલિકા દ્વારા ઠેરઠેર સેનિટાઇઝરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ખંભાત નગરપાલિકા પ્રમુખ કામિની બેન ગાંધી, હિરેન ગાંધી ઉપપ્રમુખ, વિજયસિંહ પરમાર (રાજભા) એક્ઝિક્યુટીવ કમિટી ચેરમેન, અશોક કાછિયા દંડક, રાજેશ રાણા તેમજ મનીષ ઉપાધ્યાય હાજર રહ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગો, જાહેર શૌચાલયો, સરકારી કચેરીઓ, શાકમાર્કેટ જેવી જાહેર જગ્યા ઉપર નગરપાલિકા સ્ટાફ દ્વારા સેનીટાઇઝરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આણંદમાં કોરોનાના કેસમાં વધારો
આણંદમાં કોરોનાના કેસમાં વધારો

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષા શાળા કક્ષાએ યોજવા વિદ્યાર્થીઓની માગ

વિદ્યાર્થી અગ્રણી વત્સલ શાહે જણાવ્યું હતું કે, હાલમાં ખંભાત સહિત આણંદ, ખેડા જિલ્લામાં કોલેજો બંધ કરી છે. પરિક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. મહાનગરપાલિકાઓમાં ધોરણ 12ની 30 તારીખથી શરૂ થતી પરીક્ષાઓ શાળા કક્ષાએથી યોજવાનું નક્કી કરાયું છે. હાલમાં ખૂબ જ સંક્રમણ વધ્યું હોઇ ધોરણ 12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષા જો શાળા કક્ષાએ યોજવામાં આવે તે જ આવશ્યક છે. બાકી અન્ય શાળાઓમાં જતાં અમોને ખૂબ જ ડર લાગે છે, જો અમારી શાળામાં જ સેનિટાઇઝિંગ સાથે પરીક્ષાઓ યોજાઈ તે અમારા માટે હિતાવહ છે માટે ખેડા, આણંદ જિલ્લામાં ધોરણ 12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષાઓ શાળામાં જ યોજાઇ તેવી માગ વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે.

Last Updated : Mar 22, 2021, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.