ETV Bharat / state

આણંદ જિલ્લાના રહેવાસીઓ સાવધાન, કોરોના કેસમાં થઈ રહ્યો વધારો - corona case in anand

અનલોક-1માં આણંદ જિલ્લામાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે જિલ્લામાં નાગરિકોએ સાવચેતી રાખવી આવશ્યક બની છે. હાલ, આણંદ જિલ્લામાં એક દિવસમાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી તંત્ર લોકોને સાવચેત રહેવા માટેના સૂચનો કરી રહ્યું છે.

ન
આણંદ
author img

By

Published : Jun 19, 2020, 2:45 PM IST

આણંદઃ કોરોના મહામારીના સંક્રમણને ડામવા અગાઉ તબક્કાવાર લોકડાઉન અને બાદમાં અનલોક જાહેર કરાયું છે. પરંતુ આણંદ શહેર સહિત જિલ્લામાં અનલોક-1માં મળેલી છૂટછાટનો દુરુપયોગ થતો હોવાથી મહામારી વધુ ફેલાઇ રહી છે. નાગરિકો જાણે બીમારીની અવગણના કરતાં હોય તેમ ખુલ્લેઆમ કોઈપણ સાવચેતી રાખ્યા વિના ફરી રહ્યા છે.

આણંદ જિલ્લાના રહેવાસીઓ સાવધાન, કોરોના કેસમાં થઈ રહ્યો વધારો...

આજે આણંદ શહેરમાં કોરોનાનો એક કેસ સામે આવ્યો છે, તો બીજી તરફ જિલ્લાના અલગ-અલગ સ્થળોએ મળી કુલ 9 કેસ નોંધાયા છે. જેના કારણે આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્રમાં હડકંપ મચ્યો છે. આજે નોંધાયેલા 9 કેસમાંથી જિલ્લાના ચોપડે ફક્ત 7 કેસ દાખલ થયા છે. અન્ય બે કેસ વડોદરામાં દાખલ થતાં ખાનગી લેબના રિપોર્ટને આધારે પોઝિટિવ દર્દી મળી કુલ નવ દર્દીઓ હોવાનું જાણવા મળી રહ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે, આણંદમાં રોયલ પ્લાઝા વિસ્તારની શ્રીજી સોસાયટીમાં રહેતા 39 વર્ષીય વકીલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અનલોકના સમય દરમિયાન બહાર નીકળ્યા ન હતા પરંતુ તેઓને શરદી-ખાંસી અને તકલીફ થતાં વડોદરાની મુસ્લિમ હૉસ્પિટલમાં તેની તપાસ કરવામાં આવી હતી. જ્યાં તેઓનું સેમ્પલ લેતાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સારવાર હેઠળ રખાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા તેમના પત્ની અને બાળકોને હોમ ક્વોરેન્ટાઇમ કરીને આસપાસના વિસ્તારમાં અને અવરજવરવાળા વિસ્તારમાં સેંઇટાઇઝિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સાથે જ પ્રતિબંધિત વિસ્તારના બોર્ડ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.કરમસદ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચારમાં આવેલા જનતા રેલવે ફાટક પાસે વિદ્યાનગરની અવકુલ હોટલ પાસે ભંગારનો વ્યવસાય કરતાં 47 વર્ષીય લોકમાન ખાન મેવાડીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તંત્રની તપાસમાં તેઓ તબલીગી જમાતની ઘટના સમયે દિલ્હીથી અહીં આવ્યા હતા. તેઓની કામકાજ અર્થે દિલ્હી અવરજવર થતી હતી. 20 દિવસ અગાઉ બીમાર પડતા તેઓને આણંદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. બાદમાં ઝાયડસ હોસ્પિટલમાં તપાસ કરાવતા તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે આરોગ્ય અને પાલિકા તંત્ર દ્વારા સર્વે હાથ ધરી તેમના રહેણાંક વિસ્તારને સેંઇટાઇઝિંગ કરવામાં આવ્યો હતો. સાથે જ તેના પરિવારના 9 વ્યક્તિઓને પણ ક્વોરેન્ટાઈન કરી તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે.

આજ રીતે ઉમરેઠમાં આજે બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં મૂળેશ્વર મહાદેવ પાસે આવેલા દરજીવાળના નાકા પર રહેતા 65 વર્ષીય ફરીદમિયા ચૌહાણ તથા ચકલા વિસ્તારમાં રહેતા 39 વર્ષીય હિતેશભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉમરેઠમાં અગાઉ પોઝિટિવ કેસ નોંધાયા હતા. પરંતુ આજે વધુ બે નવા વિસ્તારમાં કેસ મળી આવતાં સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે.

તંત્ર દ્વારા સંક્રમણને અટકાવવા સેનેટાઈઝર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે સંક્રમિત વિસ્તારમાં બોર્ડ લગાવી બહારથી આવતાં નાગરિકોને સાવચેત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બીજી તરફ, પેટલાદ શહેરમાં 57 દિવસ બાદ કોરોનાની રી- એન્ટ્રી થઈ થતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય એક એક જુમ્મા મસ્જિદ પાસે નૂરાની કોમ્પલેક્ષમાં રહેતા 40 વર્ષીય પઠાણ મુનીર ખાન, સલમાન ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુનીર ખાનમાં એક સપ્તાહ પહેલા સામાન્ય તાવ અને શરદીના લક્ષણો દેખાયા હતા, ત્યારે શહેરની ખાનગી હોસ્પિટલના ડોક્ટર પાસેથી દવા લીધી હતી. જેમાં નીમોનીયાના લક્ષણો જણાય હતા. બાદમાં તેમને વધુ સારવાર માટે કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ વાતની જાણ થતાં આરોગ્ય વિભાગે તેમના રહેઠાણ કોમ્પ્લેક્ષ તથા આસપાસની દુકાનોને બંધ કરાવી ત્યાં સેંઇટાઇઝિંગ પ્રક્રિયા હાથ ધરી હતી.

પેટલાદ શહેરમાં ફરી કેસ આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. જ્યારે આંકલાવ શહેર અને આસોદરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં તાલુકાના નવાખલ ગામે અગાઉ પ્રથમ કેસ નોંધાયો હતો. જેમાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 66 દિવસ પછી આજે આંકલાવ શહેરમાં ગોપી શાકમાર્કેટના વેપારી,અને આંકલાવની સર્વોદય સોસાયટીમાં રહેતા 32 વર્ષીય ભાવિનભાઈ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇ તંત્ર દ્વારા પરિવારજનો સાથે કુલ 9 જેટલા ક્લોઝ કોન્ટેક ધરાવતા લોકોને ક્વોરેન્ટાઈન કરી આજુબાજુના વિસ્તારમાં સેનેટાઈઝર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા ચેકઅપ કરવામાં આવી રહ્યું છે કે, આ લોકો દ્વારા અન્ય કોઈ વ્યક્તિઓને પણ કોરોના લાગ્યો છે કે કેમ..

શાકમાર્કેટ તથા આસપાસના વિસ્તારને પણ સજ્જડ બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આંકલાવ તાલુકાના આસોદર નહેર પાસે રહેતા અને શાકમાર્કેટમાં વ્યાપાર કરતાં 39 વર્ષીય જીતેન્દ્રભાઈ પઢિયારનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને આસોદર શાકમાર્કેટ બંધ કરાવવા ફરજ પડી હતી. તેમજ પરિવાર સાથેના 10 જેટલા ક્લોઝ કોન્ટેક્ટ ધરાવતા લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. સાથે જ તેમના રહેઠાણની આજુબાજુના 500 મીટર જેટલા વિસ્તારમાં માઈક્રો ઝોન તરીકેના વિસ્તારને સેંઇટાઇઝિંગ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આકલાવ તાલુકો આણંદ અને વડોદરા જિલ્લાની બોર્ડરે છે. જેથી અહીં બન્ને જિલ્લામાંથી નાગરિકોની અવરજવર થતી રહે છે. આથી આ વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતા સૌથી વધારે રહે છે. જેથી તંત્ર દ્વારા આ વિસ્તાર પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

ખંભાતમાં ચોવીસી બ્રાહ્મણ પોળ ખાતે રહેતા 46 વર્ષીય દિનેશભાઈ રાણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમના પરિવારના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના સેમ્પલ લઇનેે સેંઇટાઇઝિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વધુમાં બાકરોલ ત્રિવેણી લેન્ડમાર્કમાં રહેતા અને વિદ્યાનગરમાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા 19 વર્ષીય તુલસી સોનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેના પરિવારજનોની પણ મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં અનલોક-1માં એક પછી એક કોરોના પોઝિટિવ કેસ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ કેટલાંક લોકો પસ્થિતિથી અજાણ હોય તેમ જિલ્લામાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. જેથી તંત્ર લોકોને કોરોના સંક્રમણ અંગે સાવચેત રહેવાના સૂચનો કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.