પ્રાપ્ત માહિતી મુજબ એક જાગૃત નાગરીક દ્વારા આણંદ ACB કચેરીમાં ફરિયાદ કરવામાં આવતા ACB પોલીસ ઇન્સપેક્ટર સી. આર. રાણા અને સાથી કર્મચારીઓ દ્વારા સફળ છટકુ ગોઠવીને લાંચની સ્વીકૃતિ કરતા સાગરીત અને આવકવેરા વિભાગના કર્મચારીને પકડી પાડ્યો છે. જેમાં આરોપી કિશોરભાઇ નાથુભાઇ રાઠોડ, ઇન્કમટેક્ષ ઓફિસર વોર્ડ-1 આણંદ વર્ગ-2ના કર્મચારી છે.
સાગરીત પ્રમેશભાઇ ભુપેન્દ્રભાઇ દોષી, ચાર્ટડ એકાઉન્ટન્ટ (ખાનગી વ્યકિત) લાંચની રકમ રૂપિયા 10,000 છે. જે છટકામાં રિકવર થયેલી છે. અધિકારીઓ દ્વારા એમ.એ.શાહ એન્ડ કંપની, નાવલીવાલા બિલ્ડીંગ, ડી.એન.હાઇસ્કુલની સામે, આણંદ ખાતે ગોઠવેલા છટકામાં આ બન્ને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.
આ કામના ફરીયાદીએ પોતાનું સને 2011-12ના ઇન્કમટેક્ષ રીર્ટન ફાઇલ કર્યું હતું. તેમ છતાં આ કામના આરોપી ઇનકમટેક્સ અધિકારીએ ફરિયાદીને 148ની નોટીસ આપી સન 2011-12ના હીસાબો તથા બીલો રજૂ કરવા જણાવ્યું હતું. જે હીસાબો તથા બીલો ફરીયાદીએ ઇન્કમટેક્ષ કચેરી આણંદ ખાતે જમા કરાવ્યા હતા. જેનો એસેસમેન્ટ ઓર્ડર કરવા સારા કામના આરોપી ઇનકમટેક્સ અધિકારીએ તેના સાગરીત ચાર્ટન્ટ એકાઉન્ટન્ટ મારફતે રૂ.50,000 ની લાંચની માગણી ફરિયાદી પાસે કરી હતી. જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા 25,000ની લાંચ બન્ને આક્ષેપિતોએ એકબીજાના મેળાપીપણાથી લઇ લીધી હતી.
ત્યારબાદ બાકી રહેલી રકમની આ કામના આક્ષેપિતો અવાર–નવાર ફરીયાદી પાસે માગણી કરતા હોવાથી ફરિયાદીએ રકજક કરતા 10,000 આપવાનુ નકકી કર્યું હતું. જે લાંચના નાણા ઇનકમટેક્સ અધિકારીએ તેના સાગરિતને આપી દેવા જણાવ્યું હતું.
લાંચ પેટેના નાણા ફરિયાદી આપવા માંગતા ના હોવાથી આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેસન આવી સંપર્ક કરી ફરિયાદ આપતા આજ રોજ લાંચનુ છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદી પાસેથી આરોપી સાગરીતે ઇનકમટેક્સ અધિકારી કિશોરભાઈ રાઠોડ વતી 10,000 લાંચની માગણી કરીને સ્વીકારી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી હતી. જેથી આણંદ ACB
બન્ને આરોપીઓને પકડાઇ જતા ગુનો પ્રકાશમાં આવ્યો હતો. ACB ઇન્સપેક્ટર આણંદ તથા ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં ઇનકમટેક્સ અધિકારી અને તેનો સાગરીત ઝડપાયા હતા.