આણંદઃ જિલ્લા કલેકટરને રૂબરૂમાં આપેલા આવેદનપત્રમાં ખેડૂતોની સમસ્યા અંગે સમાધાન માગતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં લોકડાઉન દરમિયાન તંત્રએ ખેડૂતો માટે સારી કામગીરી કરી છે. તે બદલ શુભેચ્છા પાઠવી હતી. પરંતુ સાથે જ જગતનો તાત કાળી મજૂરી કરી ખેતરમાંથી ઉત્પાદન મેળવે છે. અને બજારમાં તેના પોષણક્ષમ ભાવ મળતા ન હોવાથી ખેડૂતોની મહેનતનું યોગ્ય વળતર મળતું ન હોવાથી ખેડૂતોને આર્થિક નુકશાન થતું હોવાની રજુઆત કરવામાં આવી હતી. સાથે જ આણંદ જિલ્લામાં જંગલી પ્રાણીઓ જેવાકે, નીલગાય, વાંદરા, ભૂંડ વગેરેના ત્રાસને ઓછો કરવા અપીલ કરવામાં આવી હતી.
આણંદમાં ભારતીય કિસાન સંઘે કલેકટરને આવેદનપત્ર આપ્યું - lockdown 4 effect on farmer
ભારત કૃષિ પ્રધાન દેશ છે. ત્યારે, ખેડૂતો માટે કોઈ વિશેષ ધ્યાન આપવામાં આવે તે અનિવાર્ય બની રહે છે. ત્યારે ચરોતરના ખેડૂતો માટે કોરોના કહેર વચ્ચે આવશ્યક બનેલી માગને વાચા આપવા ભારતીય કિસાન સંઘ દ્વારા આણંદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.