ETV Bharat / state

આણંદના લાંભવેલ હનુમાન મંદિર માટે શીલા હમ્પીથી લવાશે, ભક્તજનો હમ્પી જવા રવાના - હનુમાન મંદિર શીલા

આણંદ પાસે આવેલા સ્વયંભૂ હનુમાનજી મંદિર લાંભવેલના મંદિરના જીર્ણોદ્ધારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અનુસંધાને મંદિર નિર્માણ સમિતિ અને ભક્તો દ્વારા હનુમાન જન્મ સ્થાન હમ્પી કર્ણાટકથી શીલા લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Anand
Annad
author img

By

Published : Jan 8, 2021, 12:19 PM IST

  • આણંદ લાંભવેલ હનુમાન મંદિરના જીર્ણોદ્ધારની તૈયારીઓ શરૂ
  • લાંભવેલમાં 500 વર્ષ જુનું સ્વયંભૂ હનુમાન મંદિર આવેલું છે
  • હનુમાનજીના જન્મ સ્થળ હમ્પી કર્ણાટકથી લાંભવેલમાં લાવવામાં આવશે શીલા

    આણંદઃ આણંદ પાસે આવેલા સ્વયંભૂ હનુમાનજી મંદિર લાંભવેલના મંદિરના જીર્ણોદ્ધારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અનુસંધાને મંદિર નિર્માણ સમિતિ અને ભક્તો દ્વારા હનુમાન જન્મ સ્થાન હમ્પી કર્ણાટકથી શીલા લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

    હનુમાન જન્મ સ્થાન હમ્પી કર્ણાટકથી શીલા લાવવામાં આવશે

લાંભવેલ હનુમાન મંદિર 500 વર્ષનો ઇતિહાસ ધરાવે છે, જે સ્થાનિક કક્ષાએ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં સ્થાપિત હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ હોવાથી આ મંદિરનો મહિમા ઘણો વધી ગયો છે. આણંદ શહેરથી નડીઆદ તરફ 7 કિલોમીટર દૂર આવેલા આ પ્રસિદ્ધ હનુમાન મંદિરના નવનિર્માણ (જીર્ણોદ્ધાર) માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશમાં સૌ પ્રથમ વખત હનુમાન મંદિરમાં એક એવી શીલાની સ્થાપના થશે જે હનુમાનજીના જન્મ સ્થાન હમ્પીથી લાવવામાં આવી હોય.

આણંદના લાંભવેલ હનુમાન મંદિર માટે શીલા હમ્પીથી લવાશે
19 જેટલા ભક્તો આણંદથી હમ્પી (કર્ણાટક) જવા રવાનાઆણંદના લાભવેલ હનુમાન મંદિરમાંથી 5 જેટલી ગાડીઓમાં 19 જેટલા ભક્તો આણંદથી હમ્પી (કર્ણાટક) જવા રવાના થયા છે. જ્યાં કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાના હસ્તે પૂજન કરાવી આ વિશેષ શીલાને ગુજરાત લાવવામાં આવશે. વાપી થઇ આગામી દિવસોમાં આ શીલાને નડિયાદના સંતરામ મંદિરમાં રાખવામાં આવશે. જેને આગામી 16 જાન્યુઆરીના દિવસે શોભાયાત્રા સ્વરૂપે નડિયાદથી લાંભવેલ લાવવામાં આવશે અને મંદિરના જીર્ણોદ્ધારની શરૂઆત કરવામાં આવશે.મંદિરમાં સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં લાંભવેલ સ્વયંભૂ હનુમાનજી મંદિરથી નીકળેલા આ સંઘમાં મંદિરના પૂજારી પરિવારના સભ્યો સાથે ગામના આગેવાનો જોડાયા હતાં. જે પ્રસંગે આ યાત્રાની શુભકામનાઓ પાઠવવા સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.