ETV Bharat / state

હું આણંદ નગરપાલિકાનો વોર્ડ નંબર 13 આ મારી વાત..

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે તમામ પક્ષના ઉમેદવારો નક્કી કરવા માટેની કામગીરી પણ જે તે પક્ષ દ્વારા શરુ કરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે અનેક વિસ્તારો એવા છે કે, જ્યાં પ્રાથમિક સુવિધાઓની અચૂક જોવા મળી રહી છે, હાલમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે મારા વોર્ડના રહેવાસીઓ રાજનીતિને સમજી વિકાસના કામોને પ્રાધાન્ય મળે તે રીતે ઉમેદવારોની પસંદગી કરે તેવું હું જંખી રહ્યો છું.

હું આણંદ નગરપાલિકાનો વોર્ડ નંબર 13 આ મારી વાત..
હું આણંદ નગરપાલિકાનો વોર્ડ નંબર 13 આ મારી વાત..
author img

By

Published : Jan 30, 2021, 5:58 PM IST

  • હું વોર્ડ આ મારી વાત
  • આણંદ નગરપાલિકાનો અંતિમ વોર્ડ નંબર 13
  • નગરપાલિકાના તામાંમ વૉર્ડ કરતા વધુ મહત્વ ધરાવે છે વોર્ડ 13
  • રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતી સંસ્થાઓ ધરાવું છું.
  • મિશ્ર રાજકારણમાં વિશ્વાસ ધરાવું છું.
    હું આણંદ નગરપાલિકાનો વોર્ડ નંબર 13 આ મારી વાત..
    હું આણંદ નગરપાલિકાનો વોર્ડ નંબર 13 આ મારી વાત..

હું આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 13 બોલું છું આણંદ નગરપાલિકાના વૉર્ડની યાદીમાં મારો નંબર સૌથી અંતિમ આવે છે. આજે મારી નોંધ એટલે લેવી જોઈએ કે, આણંદ નગરપાલિકાની યાદીમાં હું ભલે અંતિમ આવતો હોય પરંતુ આણંદની ઓળખ સમી અનેક સંસ્થાઓ મારા વિસ્તારમાં આવેલી છે. સાથે જ આણંદ જિલ્લાના વહીવટી વડા કહી શકાય તેવા આણંદ કલેક્ટરનો નિવાસી બંગલો પણ અમારા વિસ્તારમાં આવે છે.રાષ્ટ્રીય ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી, દેશની એકમાત્ર સ્ટુડન્ટ સંચાલિત વિદ્યા ડેરી, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ કે પછી ભારતને વિશ્વ સ્તરે ગાંધીના વિચારો સાથે જોડતો રાષ્ટ્રીય દાંડી માર્ગ આ તમામ સંસ્થાઓ અને માર્ગો મારા વિસ્તારમાં આવેલા છે. જે અંગે હું ગૌરવથી આણંદની ઓળખ ઉભી કરૂ છું.

વોર્ડ નંબર 13ની અપેક્ષા

હાલમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે મારા વોર્ડના રહેવાસીઓ રાજનીતિને સમજી વિકાસના કામોને પ્રાધાન્ય મળે તે રીતે ઉમેદવારોની પસંદગી કરે તેવું હું જંખી રહ્યો છું. ગત નગરપાલિકાના પરિણામોમાં વોર્ડના નાગરિકોએ તેમના શિક્ષિત હોવાનો ઉપયોગ કરી ન કોઈ એક ચોક્કસ પક્ષ કે ન કોઈ વહેણમાં આવી મિશ્ર રાજકારણને વિજય બનાવ્યો હતો. જેમાં એક સદસ્ય અપક્ષ ઉમેદવાર જ્યારે બે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથે એક કોંગ્રેસના પણ યુવા નેતાને મારી પ્રજાએ પસંદગી કર્યા હતા, એ બીજી વાત છે કે આ યુવા નેતા એ પછી ભાજપના રંગે રંગાઈને પક્ષપલટો કરી અડધી ટર્મ મૂકી હતી પરંતુ કહેવાય છે કે, ભારત યુવાનોનો દેશ છે તેમ મારા બોર્ડના આ યુવાને ઘણા પ્રગતિના કાર્યો કર્યા અને મારી ઘણી સારસંભાળ પણ રાખી તેમ છતાં અમારા વિસ્તારની પ્રજાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વોર્ડ નંબર 13ની સમસ્યાઓ

મારો વૉર્ડની સમસ્યાઓની વાત કરીએ તો સૌથી મહત્વનો અને જટિલ પ્રશ્ન ગટર વ્યવસ્થાનો છે. તો બિજી તરફ મારો વિસ્તાર ટાઉન પ્લાનિંગમાં પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. મહત્વની અને અગ્રીમ સંસ્થાઓ જેના પર દેશ ગૌરવ લઇ શકે તેવી કચેરીઓ મારા મત વિસ્તારમાં હોવા છતાં મારી (વૉર્ડની) ટાઉન પ્લાનિંગમાં થતી અવગણનાને કારણે ઘણા વિકાસના કામોથી મારા વૉર્ડની પ્રજા વંચિત રહી જવા પામી છે. આમ તો મારા વોર્ડ નંબર 13માં આણંદ નગરપાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલ તો બનાવવામાં આવ્યો છે, પણ તે વોર્ડના છેડે આવેલો હોવાથી વોર્ડના રહેઠાણ વિસ્તારોના લોકો માટે કંઈક ખાસ ઉપયોગી નીવડી શકતા નથી સાથે જ મારા વિસ્તારમાં બાળકો અને વડીલો માટે બાગ બગીચા બનાવવાની પણ નગરપાલિકાને વિચાર સુદ્ધા આવ્યો નથી પરંતુ વોર્ડમાં બાગ ભલેને ન હોય હેલિપેડ તો છે. કોઈ મોટા નેતા અથવા સેલિબ્રિટી હવાઈ માર્ગે આણંદ આવે તો તેને મારા વિસ્તારના હેલિપેડ પર પ્રથમ પગલાં માંડવા પડે છે.

પ્રજા યોગ્ય પ્રતિનિધિને પસંદગી કરે એવી હું આશા રાખું છું વોર્ડ નંબર 13

આણંદના તમામ વૉર્ડની સરખામણીમાં મારા વિસ્તારમાં ઘણો મોટો શિક્ષિત વર્ગ પણ વસે છે. જેના કારણે મારા વૉર્ડની પ્રજા ખૂબ જ જાગૃત છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વોર્ડના વિકાસમાં અને પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓને દૂર કરે તે પ્રકારના પ્રતિનિધિને મત આપી વિજય બનાવવા માટે વધુમાં વધુ મતદાન કરે તેવી મારી અરજ છે. સ્વચ્છતાની વાત હોય કે, પછી જાહેર રસ્તા પર લાઈટ અને પાયાની સુવિધા ઊભી કરવાની વાત હોય તે તમામની જરૂરિયાત મારા વોર્ડમાં જણાઈ રહી છે, ત્યારે આ વખતના ઇલેક્શનમાં વિસ્તારની પ્રજા યોગ્ય પ્રતિનિધિને પસંદગી કરે એવી હું આશા રાખું છું.

આણંદની ઓળખમાં વોર્ડ નંબર 13નો સિંહફાળો

આણંદના વોર્ડ નંબર 13ની લાગણી પ્રજા પ્રતિનિધિઓ સમજે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરી પ્રજાહિતના કાર્યો કરે તેવી આજે હું etv ભારતના માધ્યમથી મારી લાગણી રજૂ કરું છું. આણંદના અંતિમ વોર્ડ નંબર 13માં 18000 જેટલા નાગરિકો વસવાટ કરે છે. જેમાંથી 15, 500 જેટલા જાગૃત મતદારો મારા વિકાસ માટે મત આપવાનો મતાધિકાર ધરાવે છે. મારો વોર્ડ વિસ્તાર આણંદ શહેરના દક્ષિણ છેડે આવેલો છે. જે વિશ્વ વિખ્યાત દાંડી માર્ગ પર બોરસદ જવાના માર્ગ પર ડાબી બાજુ આવેલો છે. સાથેજ કાયમ ટ્રાફિફ થી ધમધમતી બોરસદ ચોકડી વેટરનરી કોલેજ અને પશુ દવાખાનું, પોલીસ કર્મચારીઓના આવાસ પણ મારા વિસ્તારમાં આવેલા છે. આમ આણંદ નગરપાલિકાની યાદીમાં હું ભલે અંતિમ હવ પરંતુ આણંદની ઓળખ બનાવવામાં મારો સિંહફાળો રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.