આણંદ પાંચ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ઘર બહાર કાઢી મૂકી હતી. જો કે અભયમની ટીમને(181 Women Helpline) જાણ કરતા સ્થળ પર પહોંચેલ ટીમે પતિના ભારત પરત આવ્યાની ટિકીટ સહિતની બાબતો તપાસી હતી અને કાયદાકીય રીતે સમાધાન (Legal settlement of family disputes ) કરાવ્યું હતું.
ચારિત્ર્ય પર શંકા સમાજમાં અવર નવાર પતી પત્નીના દામ્પત્ય જીવનમાં કડવી-મીઠી તકરારના નાના, મોટા પ્રસંગોના કિસ્સા સાંભળવા મળતા હોય છે. જેમાં કયારેક ઘણાં કિસ્સામાં પતિ અથવા પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને(doubt on wife character) મામલો મારઝૂડ કે છૂટાછેડા સુધી પહોંચી જતો હોય છે.આવી જ એક પતી દ્વારા શંકા કરવાની ઘટના આણંદની પરિણીતા સાથે બનવા પામી છે. જેમાં પાંચ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ઘર બહાર કાઢી મૂકી હતી. જો કે સમગ્ર મામલે અભયમની ટીમને( Anand Abhayam team) જાણ કરતા સ્થળ પર પહોંચેલ 181ની ટીમે (181 Women Helpline) પતિના ભારત પરત આવ્યાની ટિકીટ સહિતની બાબતો તપાસી હતી અને કાયદાકીય રીતે સમાધાન કરાવ્યું હતું.
સાસરિયાનો ત્રાસ આણંદ ખાતે ચાર વર્ષની દિકરી સાથે રહેતી પરિણીતાના પતિ વિદેશ ગયા હતા. જયાં તેઓ દ્વારા નાણાં મોકલવામાં આવતા હતા. પરંતુ સાસરીમાં પરિણીતાને સાસુ, સસરા અને નણંદ ત્રાસ આપતા હોવાથી પરેશાન પરિણીતા કંટાળીને પુત્રી સાથે પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી.
બાળક મામલે આક્ષેપઃ પાંચેક માસ અગાઉ વિદેશથી પતિ પરત ફરતા પત્નીને સાસરીમાં બોલાવવામાં આવી હતી. તે દરમિયાન તેણી ગર્ભવતિ બની હતી. જો કે પતિએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ બાળક મારું નથી. તારે અન્ય કોઇ સાથે સંબંધ છે તેમ કહીને ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતા પિયર પરત ફરી હતી.
અભયમ ટીમને જાણ કરી પિયર પરત ફરી તેણીએ અભયમ ટીમને જાણ કરી હતી. અભયમ ટીમે પરિણીતાની સાસરીમાં જઇને પૂછપરછ કરતા પતિએ પોતે ત્રણ માસ પહેલા ભારત આવ્યો હોવાથી ચાર મહિનાના ગર્ભનું બાળક પોતાનું ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાન અભયમ ટીમે પતિની ભારત આવ્યાની હવાઇ મુસાફરીની ટિકીટો ચકાસતા તે પાંચ મહિના પહેલા આવ્યાનું જાણવા મળ્યું હતું. જો કે પતિ પરિણીતાને પરત બોલાવવા તૈયાર થયો ન હતો. આથી અભયમ દ્ઘારા કાયદાકીય બાબતો સાથે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.