આણંદ: જિલ્લામાં ખેડૂતોએ વરસાદ વહેલાઓ આવતા વાવણી તો કરી દીધી હતી, પરંતુ બાદમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો. ખેતરોમાં વાવણી કરાયેલા પાક પાણી ન મળતા સૂકાઈ રહ્યો હતો. જેને કારણે જગતનો તાત મુંઝવણમાં મૂકાયો હતો.
આણંદમાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ - આણંદમાં વરસાદ
આણંદ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ચાલુ વર્ષે વરસાદનું આગમન જૂલાઇ માસની શરૂઆતમાં જ નોંધાય ગયું હતું. જેમાં ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ કરી દીધી હતી.
આણંદમાં ધોધમાર વરસાદ ખેડૂતોમાં આનંદનો માહોલ