આણંદ: દેશભરના ગ્રાહકોને રેડી ટુ ડ્રીન્ક વિકલ્પો પૂરા પાડવા માટે અમૂલે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા પીણાની રેન્જ તરીકે અમૂલ હલ્દી દૂધ, અમૂલ તુલસી દૂધ, અમૂલ જીંજર દૂધ અને અમૂલ અશ્વગંધા દૂધ રજૂ કર્યા છે. આ ઉપરાંત ગ્રાહકોને વધુ આનંદ મળે તે હેતુથી અમૂલની ઈમ્યુનિટી બુસ્ટર રેન્જને આઈસક્રીમ કેટેગરીમાં પણ વિસ્તારવામાં આવી છે. અમૂલે સૌ પ્રથમ વખત હળદર, મરી મધ તથા ખજૂરના ગુણ ધરાવતો હલ્દી આઈસ ક્રીમ રજૂ કર્યો છે, જેમાં ખજૂર, બદામ અને કાજુ પણ પુષ્કળ પ્રમાણમાં હશે.આ ઘટકોનો સમન્વય થતાં એક જ કપમાં આરોગ્ય અને સ્વાદ પ્રાપ્ત થશે.
અમૂલે રજૂ કર્યા આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ, જાણો શું છે ખાસિયત
દુનિયા જ્યારે કોવિડ-19 મહામારીનો સામનો કરી રહી છે, ત્યારે અમૂલ ડેરી દ્વારા તેની પ્રોડક્ટ થકી લોકોને આ મહામારીમાંથી ઉગારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકો આયુર્વેદની સહાયથી અને ખાસ કરીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને રોગ પ્રતિકારક શક્તિ ઉંચી રાખવાના પ્રયાસ કરી રહ્યા છે.તેનાથી કોવિડ-19ના જોખમ ઉપરાંત અન્ય રોગોના જોખમ માં ઘટાડો સંભવ બન્યો છે.