પ્રાપ્ત માહિતી મુજબ સરકાર માત્ર રોજગાર લક્ષી વાતો કરવા કરતાં ત્યાંના યુવાનો સ્વનિર્ભર બને તે ઉદેશ્યને કેન્દ્રમાં રાખીને કલરવ N.G.Oએ કાશ્મીરમાં કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્ર શરૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખ્યો છે. આ પત્રની નકલ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય તેમજ ગુજરાત સરકારને પણ મોકલવામાં આવી છે .જેથી તેની વધુ ઝડપથી કાર્યવાહી થઈ શકે.
કલરવ સંસ્થાના સ્થાપક પ્રમુખ ઉત્તમ ત્રાસડીયાના જણાવ્યાં અનુસાર જ્યાં સુધી દેશનું શિક્ષણ નોકરી લક્ષી હશે ત્યાં સુધી દેશમાં માલિક કક્ષાના યુવાનો ક્યારેય તૈયાર નહિં થઈ શકે.
યુવાનને નોકરીયાત બનાવવા કરતા ઉદ્યોગ સાહસિક બનાવવામાં આવે તો જમ્મુ કાશ્મીરના આર્થિક વિકાસને વધુ વેગ મળી શકે તેમ છે. સ્વનિર્ભર યુવાનો ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિ કરવા ઇચ્છતા હોય તો તેમને કૌશલ્ય વિકાસની તાલીમ આપવી જોઈએ.
કલરવ N.G.O ગુજરાતમાં કૌશલ્ય વિકાસની દિશામાં કાર્યરત છે. ત્યારે, ભવિષ્યમાં જો પ્રધાનમંત્રી દ્વારા આ વિષયને કેન્દ્રમાં રાખીને સુનિયોજિત આયોજન કરવામાં આવશે તો કલરવ સંસ્થા દ્વારા જમ્મુ કાશ્મીરમાં પણ કૌશલ્ય વિકાસ તાલીમ શરૂ કરાશે.