આણંદ વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મતદારોની રિઝવવા માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, લોકશાહીમાં પ્રજાનો મત સર્વ પરી રહે છે જેમાં રાજકીય પક્ષો (anand assembly seats) 1-1 મત માટે હાથપગ મારતા હોય છે, ત્યારે આણંદના મોટી ખોડિયાર વિસ્તારના 7થી વધુ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું મન બનાવીને મોટા મોટા બેનરો લગાવી દીધા છે.આણંદમાં 'કોઈ પણ નેતાએ વોટ માંગવા નહિ આવવા' ના બેનરો લગાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. (Assembly Elections Boycott in Anand)
મત માંગવા ન આવવા ચેતાવણી આણંદ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર હોય કે નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો હોય બંને પક્ષ આ વિસ્તારની સતત અવગણના કરતા હોવાના આક્ષેપ સાથે ચૂંટણીનો (Gujarat Assembly Elections 2022) બહિષ્કાર કર્યો છે. ત્યારે સ્થાનિક કક્ષાએ પ્રજા માળખાકીય સુવિધાઓ જેવી કે રોડ રસ્તા, ગટર, પાણી જેવી સુવિધાઓથી સતત 25 વર્ષથી ઝંખના કરીને દર ચૂંટણીમાં રાજકીય પક્ષોના ખોટા વાયદાઓમાં વિશ્વાસ કરતા આવ્યા છે. પરતું સતત સ્થાનિક આગેવાનોની ઉદાસીન વલણથી ત્રસ્ત થઈ વિધાનસભા ચૂંટણી 2022માં દરેક રાજકીય પક્ષના ઉમેદવારોને મત માંગવા અને અપમાનિત થવા માટે ન આવવા ચેતાવણી આપવામાં આવી છે.(Gujarat Assembly Elections)
2000 જેટલા મતદારો ઉલ્લેખનીય છે કે, આણંદના મોટી ખોડીયાર વિસ્તારમાં રહેતા 2000 જેટલા મતદારોના મત મેળવવા રાજકીય પક્ષો દ્વારા કયા પ્રકારના હથકંડા અપનાવવામાં આવે છે. સ્થાનિક આગેવાનો દ્વારા 25 વર્ષથી માળખાકીય સુવિધાઓથી વંચિત રહેલી આ પ્રજાને રીઝવવા કેવા નાવ વાયદાઓની લ્હાણી ચલાવવામાં આવે છે તે જોવું રહ્યું. (Anand assembly election)