- આણંદની વિદ્યાનગર GIDCમાં એક કંપનીમાં આગ લાગી
- આગના કારણે કંપનીનું એક યુનિટ બળીને ખાક થયું
- કરમસદથી પણ ફાયર બ્રિગેડના જવાનોને બોલાવવા પડ્યા
આણંદઃ વિદ્યાનગર GIDCમાં આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે મોટર બનાવતી ગંગા એન્જિનિયરિંગનું આખું યુનિટ બળીને ખાક થઈ ગયું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ 4 કલાકના ઓપરેશન બાદ આગને કાબૂમાં લીધી હતી. આ અંગે આણંદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, આગ ખૂબ મોટી હોવાથી ત્રણ શહેરના ફાયર વિભાગે સંયુક્ત ઓપરેશન કરી આગને કાબૂમાં લીધી હતી.
આ પણ વાંચોઃ નડિયાદના કોલ્ડ સ્ટોરેજમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહિ
કોઈ પ્રકારની ફાયર સિસ્ટમ ન હોવાથી આગ લાગીઃ ચીફ ફાયર ઓફિસર
ચીફ ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે, આગ લાગવાથી મોટું નુકસાન થયું હતું. જોકે, કંપનીના માલિકનો સંપર્ક થઈ શક્યો ન હતો. કંપની પાસે કોઈ પ્રકારની ફાયર સિસ્ટમ કે ફાયર NOC લેવામાં આવી નહતી.
આ પણ વાંચોઃ સુરતની આયુષ કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં આગ લાગતા 4 લોકોના મોત
ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં ઘણી વાર આગ લાગે છે
ઉલ્લેખનીય છે કે, ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં ઘણી વાર આગ લાગે છે, જેમાં કંપનીની ફાયર માટેની સુવિધા ઉભી કરવામાં આવતી નથી, જેના કારણે અકસ્માત સર્જાય ત્યારે મોટું નુકસાન થવાની શક્યતા હોય છે.