ETV Bharat / state

આણંદની જનતા ચોકડી પાસે ફાયરિંગ, એક ઘાયલ - SOGની ટીમ

આણંદ : શહેરની જનતા ચોકડી પાસે સોમવારે મોડી સાંજના ફાયરિંગની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિને ગોળી વાગવાથી ઈજા પહોંચી હતી. જેના પગલે તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જનતા ચોકડી પાસે ફાયરિંગ, એક ઘાયલ
જનતા ચોકડી પાસે ફાયરિંગ, એક ઘાયલ
author img

By

Published : Jan 21, 2020, 2:48 AM IST

આણંદમાં આવેલી જનતા ચોકડી પાસેના અર્થઆઇ કોમ્પલેક્ષ બહાર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કર્યું હોવાની ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ બનાવી દીધું હતું. અચાનક બનેલી ફાયરીંગની ઘટનામાં હરિભાઈ ભરવાડ નામના શખ્સ ગોળી વાગવાથી ઘવાયા હતા. જેને તાત્કાલીક કરમસદ ખાતે કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ છે.

જનતા ચોકડી પાસે ફાયરિંગ, એક ઘાયલ

વિદ્યાનગર પોલીસ તથા આણંદ LCB અને SOGની ટીમ દ્વારા સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Intro:આણંદની જનતા ચોકડી પાસે સોમવારે મોડી સાંજના ફાયરિંગની ઘટના બનવા પામી છે જેમાં એક વ્યક્તિને ગોળી વાગવા થી ઈજાઓ પહોંચી છે જેને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Body:પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ માં આવેલ જનતા ચોકડી પાસે ના અર્થઆઇ કોમ્પલેક્ષ બહાર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કર્યું હોવાની ઘટના એ સમગ્ર શહેરને સ્તબ્ધ બનાવી દીધું હતું.

અચાનક બનેલી ફાયરીંગની ઘટનામાં હરિભાઈ ભરવાડ નામનો શખ્સ ગોળી વાગવાથી ઘવાયો હતો જેને તાત્કાલીક કરમસદ ખાતે આવેલ શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે સુત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર હરીભરવાડ ને બે રાઉન્ડ બુલેટ શરીર માં કમર થી નીચે ના ભાગે વાગતા ઈજાઓ પહોંચી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે વિદ્યાનગર પોલીસ તથા આણંદ એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા સિનિયર અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ ગુનો દાખલ કરી તપાસ ના ધમધમાટ ચાલુ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા બીજી તરફ પોલીસ દ્વારા કયા વ્યક્તિઓ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને ફાયરિંગ કર્યા પાછળનું સાચું કારણ શું છે તે દિશામાં ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ ઘટનાની ગંભીરતા જોતા આણંદ શહેરમાં પોલીસનો ભય ગુનેગારોમાં રહેવા પામ્યો ન હોય તેવા દ્રશ્યો નું સર્જન થવા પામ્યું હોવાની ચર્ચાઓ શહેર માં થઈ રહી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.