ETV Bharat / state

વીજળી પડવાથી ખેતરમાં રાખેલી પૂડાની ગાંસડીઓમાં લાગી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ - ફાયર ફાઇટર ઘટના સ્થળે

આણંદ જિલ્લાના તારાપુર પાસે આવેલા મોરજ ગામમાં વહેલી સવારે એક ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી. જેની આણંદ ફાયર વિભાગને જાણ કરતા 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઓપરેશન 4 કલાક જેટલો સમય ચાલ્યું હતું.

વીજળી પડવાથી ખેતરમાં રાખેલી પૂડાની ગાંસડીઓમાં લાગી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

author img

By

Published : Apr 14, 2021, 12:30 PM IST

Updated : Apr 14, 2021, 1:57 PM IST

  • ખેતરમાં અચાનક આગ લાગતા ફાયરની ટીમ બોલાવાઇ
  • ખેતરમાં મૂકાયેલા ઘાંસના પુળામાં આગ લાગી હતી
  • ફાયરની 2 ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો

1. પાસે આવેલા 2. કાબુ 3. મુકાયેલા ઘાંસના પુળા 4. બળીને રાખ

1. પાસે આવેલા 2. કાબૂ 3. મૂકાયેલા ઘાંસના પૂળા 4. બળીને રાખ

આણંદ: જિલ્લાના તારાપુર પાસે આવેલા મોરજ ગામમા આજે બુધવારે વહેલી સવારે ખેતરમાં રાખેલી પૂડાની ગાંસડીઓમાં આગ લાગવાના બનાવે અફરાતફરી સર્જી હતી. મોરજ ગામના રહેવાસી ગણપતભાઇના ખેતરમાં રાખેલા પૂડામાં વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેથી, આસપાસના રહેવાસીઓ અને ખેડૂતો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો હતો. છતાં, જોત-જોતામાં આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લેતા આણંદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે જાણકારી મળતા જ 2 ફાયર ફાઇટર મોરજ માટે રવાના થયા હતા અને ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઓપરેશન ચાર કલાક જેટલું ચાલ્યું હતું.

વીજળી પડવાથી ખેતરમાં રાખેલી પૂડાની ગાંસડીઓમાં લાગી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

આ પણ વાંચો: રાજકોટમાં અલગ-અલગ બે જગ્યાએ આગના બનાવ આવ્યા સામે

વીજળી પડવાથી આગ લાગી

ખેતરમાં રાખેલી પૂડાની ગાંસડીઓ પર વીજળી પડવાથી આગ લાગી હોવાની જાણકારી ફાયર વિભાગને સ્થાનિકો દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં ખેડૂત ગણપતભાઈના ખેતરમાં રાખેલી 2000 કરતા વધારે પૂડાની ગાંસડીઓ બળીને રાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલના 5માં માળે લાગી આગ, કોઈ જાનહાનિ નહિ

Last Updated : Apr 14, 2021, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.