ETV Bharat / state

પેટલાદના મહિલા ઓફિસરને મારી નાખવાની ધમકી આપનારા સામે ફરિયાદ નોંધાઈ

આણંદ: તારીખ 16ના રોજ પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જે બાદ મહિલા ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાના લેટર પેડ પર 6 કાઉન્સીલર સામે અરજી કરવામાં આવી હતી. જેના પર તપાસની કાર્યવાહી કરી 5 દિવસ બાદ પેટલાદ પોલીસે FIR દાખલ કરી હતી.

પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર
author img

By

Published : Jul 24, 2019, 10:48 AM IST

Updated : Jul 24, 2019, 12:13 PM IST

પેટલાદ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર હિરલ ઠાકરને પેટલાદ નગરપાલિકાના લઘુમતી કોમના 6 કાઉન્સીલરો દ્વારા દબાણ દૂર કરવા બાબતની ચર્ચા ઉગ્ર બની હતી. જે મહિલા ચીફ ઓફિસરને 6 કાઉન્સીલરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ઓફિસર દ્વારા પેટલાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જે અરજીને 5 દિવસ બાદ પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર

ઉલ્લેખનીય છે કે બાહોશ અને નીડર મહિલા ચીફ ઓફિસર દ્વારા છેલ્લા 3 વર્ષમાં ઉમદા કામગીરી કરી હતી. ત્યારે નાગરિકો પણ મહિલા ઓફિસરની કામગીરીથી ખુશ છે.સમગ્ર પેટલાદ શહેરની રોનક બદલી નાખનારા મહિલા ઓફિસરને જ્યારે શહેરના જ 6 નગર સેવકો દ્વારા ઉદ્ધત વર્તન કર્યાની ઘટનાના વિરોધમાં સમગ્ર શહેરમાં જાગૃત નાગરિકો દ્વારા રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તેમામ લોકો દ્વારા યોગ્ય તપાસ કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.જે બાદ પોલીસે અરજીની યોગ્ય તપાસ કરીને 5 દિવસ બાદ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:16 તારીખે પેટલાદ નગરપાલિકા નાPપ ચીફ ઓફિસર ને જાન થી મારી નાખવાની આપવામાં આવેલી ધમકી ની ખુદ મહિલા ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકા ના લેટર પેડ પર નગરપાલિકા ના 6 કાઉન્સીલર સામે પોલીસ ને અરજી આપી હતી જેના ઉપર ઊંડાણ ની તપાસ કરી આજે 5 દિવસ બાદ પેટલાદ પોલીસે એફ આઈ આર દાખલ કરીછે.

Body:પેટલાદ નગરપાલિકા ના મહિલા ચીફ ઓફિસર હિરલ ઠાકર ને પેટલાદ નગરપાલિકા ના લઘુમતી કોમ ના 6 કાઉન્સીલરો દ્વારા નગરપાલિકા ની જગ્યા પર ધાર્મિક સ્થળ દ્વારા કરાયેલ દબાણ હટાવ્યા ની ચર્ચા ઉગ્ર બનતા જે મહિલા ચીફ ઓફિસર ને 6 કાઉન્સીલરો દ્વારા જબરદસ્તી ઓફીસ માં ઘુસી ને જાનથી મારી નાખવા ની ધમકી આપવામાં આવી હતી જે અંગે ઓફિસર દ્વારા પેટલાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા વિનંતી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી ને આજે 5 દિવસ બાદ પોલીસે ગુનો દાખલ કરતા મહિલા ઓફિસર દ્વારા પોલીસ અને પ્રજા નો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે બાહોશ અને નીડર મહિલા ચીફ ઑફિસર દ્વારા છેલ્લા 3 વર્ષ માં ઉમદા કામગિરી કરીને પેટલાદ શહેર ની ચકાચોન્દ વધારી દીધી છે ત્યારે નાગરિકો પણ મહિલા ઓફિસર ની કામગિરી થી ખુશ છે,સમગ્ર પેટલાદ શહેર ની રોનક બદલી નાખનાર મહિલા ઓફિસર ને જ્યારે શહેર નાજ 6 નગર સેવકો દ્વારા ઉદ્ધત વર્તન કર્યા ની ઘટના ના વિરોધ માં સમગ્ર શહેર માં જાગૃત નાગરિકો દ્વારા રેલી યોજી ને પ્રાંત અધિકારી ને આવેદન આપી યોગ્ય ન્યાયિક તપાસ કરવા રજુઆત કરી હતી,જે બાદ આજે પોલીસે મળેલ અરજી ની યોગ્ય તપાસ કરી ને 5 દિવસ બાદ મળેલ અરજી પર ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Conclusion:મહિલા ઓફિસર દ્વારા તમામ પેટલાદ નગરપાલિકા ના કર્મચારીઓ અને પેટલાદ નગર ના રહીશો તથા પોલીસ ડિપાર્ટમેન્ટ નો આભાર માન્યો હતો તથા પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરતા રાહત અને સલામતી નો શ્વાસ લીધો હતો.
Last Updated : Jul 24, 2019, 12:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.