ETV Bharat / state

Exclusive: જાણો, આણંદ પોલીસ અધિક્ષકે લોકડાઉનના પાલન માટે શું કર્યું...? - Anand Superintendent of Police

કોરોના સંક્રમણને નાથવા 50 દિવસ ઉપરથી દેશમાં લોકડાઉન છે. ત્યારે લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ વિભાગ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જેના પગલે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

જાણો આણંદ પોલીસ અધિક્ષકે લોકડાઉનના પાલન માટે શું કર્યું?

author img

By

Published : May 14, 2020, 7:52 PM IST

આણંદ : જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજ્યને આણંદ જિલ્લામાં પોલીસ બંદોબસ્ત અને લોકડાઉન માટે ગોઠવવામાં આવેલા વિશેષ આયોજનો વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વચ્ચે જિલ્લામાં પ્રવેશના તમામ માર્ગો ઉપર ચેક પોસ્ટ બનાવવા આવી છે. જ્યાં જિલ્લામાં પ્રવેશતા લોકોને પૂછપરછ કરી પ્રવેશ આપવામાં આવે છે.

જાણો આણંદ પોલીસ અધિક્ષકે લોકડાઉનના પાલન માટે શું કર્યું?
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં ઉમરેઠ અને ખંભાત કોરોના હોસ્ટપોટ બન્યા છે. તે વિશે વાત કરતા અજિત રાજ્યને જણાવ્યું હતું કે, ખંભાતમાં કોરોના સંક્રમણને કાબૂમાં લઇ આવવા લોકડાઉનનું પાલન કરવું એ જ ઉપાય છે. ત્યારે લોકોમાં જાગૃતતા લઇ આવવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે. આ સાથે જ પોલીસ દ્વારા પણ હાઇડ્રોજન એર બલૂન હવામાં છોડવામાં આવ્યો છે જેની ખાસિયત એ છે કે તેમાં મોશન સેન્સર કેમેરા નાઇટ વિઝન સાથે લગાવવામાં આવ્યા છે જેથી દિવસ રાત ખંભાત શહેર ઉપર ચાંપતી નજર રાખી શકાય. તે આધારે ઘણા ગુના પણ દાખલ કર્યા છે જેના વિશે પણ સમગ્ર જાણકારી આપી હતી.વધુમાં જણાવતા ક્હ્યું હતું કે, જિલ્લામાં લોકડાઉનમાં ફરજ પર હાજર પોલીસ જવાનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેમને સંક્રમણ ન લાગે તે માટે સલામતીના સાધનો આપવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 3900 કરતા વધારે લોકડાઉન ભંગ અને 250 જેટલા ડિઝાસ્ટર એકટ અંતર્ગત ગુના દાખલ કરવામાં આવ્યા છે. તે સાથે જ 20 જેટલા સાયબર ક્રાઈમના ગુના નોંધ્યા હોવાની જાણકારી અધિક્ષકે આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.