- 36 લાખ ખેડૂતોની માલિકીની વિશાળ સહકારી સંસ્થા અમૂલ ડેરી
- ટ્રેડમાર્ક ભંગના એક કેસમાં ફેડરલ કોર્ટ, કેનેડાનો હૂકમ પોતાની તરફેણમાં મેળવવામાં અમૂલને સફળતા હાંસલ થઈ
- છેલ્લાં 2 વર્ષથી કેનેડામાં પણ અમૂલ તેની પેદાશો નિકાસ કરે છે
- ટ્રેડમાર્ક ભંગની નુકશાની પેટે amulને 10,000 ડોલર, કોપીરાઈટ ભંગ બદલ 5,000 ડોલર તથા ખર્ચપેટે 17,733 ડોલર ચૂકવવાના રહેશે
આણંદઃ ગુજરાતના ડેરી ક્ષેત્રના 36 લાખ ખેડૂતોની માલિકીની વિશાળ સહકારી સંસ્થા અમૂલ ડેરી ( Amul ) છે,અમૂલ વિશ્વની આઠમા નંબરની સૌથી મોટી મિલ્ક પ્રોસેસર સંસ્થા છે અને વાર્ષિક 10.3 મિલિયન મે.ટન દૂધનું પ્રોસેસિંગ કરીને વાર્ષિક 40,000 કરોડનું ટર્નઓવર કરે છે. અમૂલનો ટ્રેડમાર્ક ( Amul Trademark )એટલો લોકપ્રિય છે કે હાલમાં તે ડેરી ક્ષેત્રનો પર્યાય બની ગયો છે. તાજેતરમાં જ કેનેડાની ફેડરલ કોર્ટ ( Federal Court of Canada ) દ્વારા આ પ્રસિધ્ધ બ્રાન્ડની સર્વોપરિતા માન્ય કરવાને કારણે ગ્રાહકોના દિમાગમાં અમૂલનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું છે.
કેનેડાની ટોળકીએ અમૂલ લોગો સાથે ફેક પ્રોફાઈલ બનાવી હતી
- થોડાંક સમય પહેલાં ( Amul Trademark ) ટ્રેડમાર્ક ભંગના એક કેસમાં ફેડરલ કોર્ટ, કેનેડાનો ( Federal Court of Canada ) હૂકમ પોતાની તરફેણમાં મેળવવામાં અમૂલને સફળતા હાંસલ થઈ છે. જાન્યુઆરી 2020ની આસપાસ અમૂલને એવી જાણકારી પ્રાપ્ત થઈ હતી કે છેતરપિંડી કરતી એક કેનેડાની ટોળકીએ ‘અમૂલ’ના ટ્રેડમાર્ક અને “અમૂલ-ટેસ્ટ ઓફ ઈન્ડિયા” ના લોગોની ખૂલ્લેઆમ નકલ કરીને લીંક્ડઈન પ્લેટફોર્મ પર અમૂલની ફેક પ્રોફાઈલ તૈયાર કરી હતી, જેમાં ટ્રેડમાર્ક અને કોપીરાઈટનો ભંગ કરવામાં આવ્યો હતો. અમૂલે, ફેડરલ કોર્ટ ઓફ કેનેડામાં અમૂલ કેનેડા, મોહિત રાણા, આકાશ ઘોષ, ચંદુ દાસ અને પટેલ સામે લીંકડઈન ઉપર આ છેતરામણી પ્રોફાઈલ મૂકવા સામે કેસ કર્યો હતો. આ કેસમાં અનેક પ્રયાસ છતાં આરોપીઓ એક પણ વખત પ્રતિભાવ આપ્યો ન હતો. ત્યારબાદ અમૂલે એકતરફી ડિફોલ્ટ જજમેન્ટ માટે અરજી કરી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે અમૂલે સ્પષ્ટપણે
(૧) પોતાની શાખનું અસ્તિત્વ છે
(2)ખોટી રજૂઆત કરીને જનતાને છેતરવાના પ્રયાસ કરેલ છે.
(3) વાસ્તવિક અથવા તો સંભવિત નુકશાન બાબતે કોર્ટને સ્પષ્ટપણે સંતોષ આપ્યો છે.
ફેડરલ કોર્ટ ઓફ કેનેડાએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે આરોપીઓએ અમૂલના કોપી રાઈટનો ભંગ કર્યો છે. તમામ તબક્કે આરોપીઓએ જવાબ આપવાની પરવા કરી નથી. આથી ફેડરલ કોર્ટે જણાવ્યું હતું કે અમૂલે વાજબી રીતે ડિફોલ્ટ જજમેન્ટ માટે અરજી કરી છે.
ઉપર મુજબના હુકમને ધ્યાનમાં લઈને આરોપીઓને કાયમી ધોરણે અરજદારના એટલે કે અમૂલના ટ્રેડ માર્ક ( Amul Trademark ) અને કોપીરાઈટનો ભંગ કરવાથી દૂર રહેવા હુકમ કર્યો હતો અને જણાવ્યું હતું કે ચૂકાદો આપ્યાના 30 દિવસની અંદર આરોપીઓએ “અમૂલ” અને “અમૂલ -ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા”નો લોગો અરજદારોને પરત કરવાનો રહેશે. આરોપીઓએ લોગોની માલિકી, સંપર્ક અધિકાર અને તમામ હક્કો લીંક્ડઈન પેજીસ/એકાઉન્ટસ ડોમેઈનના નામ અને સોશિયલ મીડિયા પેજીસ ઉપરના તમામ હક તબદિલ કરી દેવાના રહેશે. આરોપીઓએ વિવાદી લીંક્ડઈન પેજ ઉપર તેમનો સંપર્ક કરનાર તમામ લોકોની યાદી અને માહિતી પૂરી પાડવાની રહેશે. અમૂલને ટ્રેડમાર્ક ભંગની નુકશાની પેટે 10 હજાર ડોલર, કોપીરાઈટ એક્ટના ભંગ બદલ 5 હજાર ડોલર તથા ખર્ચ પેટે 17,733 ડોલર ચૂકવવાના રહેશે.કેનેડાની ફેડરલ કોર્ટ દ્વારા સર્વોપરિતા માન્ય
ઉલેખનીય છે કે અમૂલ ( Amul )છેલ્લા 22 વરસથી અમેરિકામાં પોતાની વિવિધ બનાવટોની નિકાસ કરે છે અને છેલ્લા 2 વર્ષથી કેનેડામાં પણ અમૂલ કૂલ, આઈસક્રીમ, ડેરી સ્નેક્સ વિગેરેનો નિકાસ કરવાની શરૂઆત કરી છે.
આ પણ વાંચોઃ અમૂલ ડેરીએ 7 દિવસમાં બેલ્જીયમ અને ફ્રાંસથી આયાતી ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ
આ પણ વાંચોઃ Amul Milk Price Hike : 1 જુલાઈથી અમૂલ દૂધ 2 રૂપિયા મોંઘુ મળશે