ગુજરાત રાજ્યમાં આ વર્ષે થયેલા કમોસમી વરસાદ અને વારંવાર થયેલા માવઠાના કારણે ધરતીપુત્રોને જલ્દી ખેતીની ઉપજમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. અવાર-નવાર ખેડૂતો દ્વારા આંદોલન કરી સરકાર પાસે માગવામાં આવેલ સહાય ન કારણે સરકારે ખેડૂતોને આર્થિક રૂપે મદદરૂપ થવા માટે સરકારી સહાય જાહેર કરી હતી. જેને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અને તાલુકા કક્ષાએ અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરી ખેડૂતોને પહોંચેલા નુકસાનની સહાય સીધા ખેડૂતોને એકાઉન્ટ માં આપવા માટે સરકાર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખંભાત તાલુકામાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કૌભાંડ કરી સરકારી સહાય પચાવી પાડવાની ઘટના સામે આવી છે.
આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદ અને વારંવાર થયેલા માવઠાના કરાણે ખેડૂતો ભારે આર્થિક નુકસાન થયું હતું. જેથી કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક આપવાનું જાહેર કર્યુ હતું. જે અંતર્ગત ગ્રામ્યકક્ષાએ અને તાલુકા કક્ષાએ અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મોટાપાયે કૌંભાંડ થયો હોવાનો સામે આવતાં પંથકમાં રોષનો મહોલ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કમોસમી વરસાદના કારણે ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સરકાર દ્વારા ખેડૂતો થયેલી નુકસાની સામે સરકારી સહાય જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખેડૂતોને પહોંચેલા નુકસાન સામે સરકારે જાહેર કરેલું સહાય પેકેજ હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય આપવા માટે સર્વે હાથ ધરાયો હતો. જેમાં તાલુકાના બે કૉમ્પ્યુટર ઓપરેટરે ત્રણ ગામના અંદાજિત 24 ખેડૂતોને પાકમાં નુકસાની બતાવી સરકારી સહાય સીધી નકલી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવીને કૌભાંડ આચર્યુ હતું.
આ ગેરનિતીમાં ખંભાતના ધારાસભ્ય મયુર રાવલના પિતાના નામનો પણ સમાવેશ થયો છે, ત્યારે અંગેની જાણ ધારાસભ્યને થતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ધારાસભ્યના ધ્યાને તેમના પિતાને પાક નુકસાનીની સહાય મળ્યાની વાત સામે આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા. કારણ કે તેમના પિતાનું અવસાન 15 ઓગસ્ટ, 2015ના દિવસે થયું હતું, ત્યારે તેમના નામે ખંભાત તાલુકા પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા નકલી ધારાસભ્ય મયુર રાવલ દ્વારા સમગ્ર ઘટનાની જાણ તંત્રને કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને જવાબદાર બંને કૉમ્પ્યુટર ઓપરેટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતાં. બાદમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમણે કુલ ત્રણ ગામના 24 નકલી ખેડૂતોના ખાતામાં સરકારી સહાય જમા કરાવ્યા હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.
ખંભાત તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉચ્ચ અધિકારીઓને અહેવાલ આપી, જવાબદાર ત્રણ કૌભાંડી કર્મચારીઓ વિરુદ્ધ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. આમ, વધારાના ખેડૂતોની નોંધણી કરીને મૂડી બારોબાર નકલી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવાની ઘટનાનો પર્દાફાશ થયો હતો.