- આણંદમાં ઝડપાયો નકલી પોલીસ
- રાહદારીઓનું વાહન ચેકિંગ હાથ ધરતો ઝડપાયો
- પોલીસના હાથે ચડી ગયા બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતો હોવાની આપી હતી જાણકારી
- પોલીસની ઓળખ પ્રસ્થાપિત કરવા રાખતો હતો પોલીસ જેવો દંડો
- નંબર પ્લેટ વગર વૈભવી કારમાં પોલીસ લખેલું બોર્ડ મારી જમાવતો હતો રોફ
આણંદઃ આણંદમાં સમાજ માટે આંખ ઉઘાડતો અને જાગૃતતા કેળવવા સમાન કિસ્સો સામે આવ્યો છે આણંદ શહેરમાં આવેલ પોલીસ વડા મથકમાં ફરજ બજાવતા dysp ડી આર પટેલ જ્યાંરે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે આણંદ જીટોડીયા રોડ પર મહાવીર પાર્ક પાસે એક શંકાસ્પદ ગાડી નજરે ચઢી હતી, જેમાં પોલીસ લખેલ બોર્ડ પણ મૂકેલું હતું અને તેની બાજુમાં ઉભેલો શખ્સ કેટલાક વાહનચાલકોને ઉભા રાખી તેમની તપાસ કરતો નજરે પડ્યો હતો. આણંદ પોલીસે અજાણ્યા શખ્સને વાહન ચેકિંગ કરતો જોતાં તેના પર શક જતા તેની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.
સિવિલ ડ્રેસમાં પોલીસની ઓળખ આપવાના કિસ્સામાં આઈકાર્ડ માગી શકાય : પોલીસ
ઉલ્લેખનીય છે કે સમાજમાં અવારનવાર આવા નકલી બની બેઠેલા પોલીસના વેશમાં ધુતારાઓના પકડાઇ ગયાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે, જેમાં નકલી પોલીસ બની સામાન્ય માણસો પાસેથી ઘણીવાર મસમોટા આર્થિક વહેવારો કરી ગયા હોવાના પણ બનાવ બનતા હોય છે,ત્યારે સમાજ માટે જાગૃતિ સમાન આ કિસ્સામાં આણંદ પોલીસ દ્વારા પ્રજાને અપીલ કરવામાં આવી હતી. જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા સાદા કપડામાંં પોતાની ઓળખ પોલીસ તરીકે આપવામાં આવે તો નાગરિક દ્વારા તેમનું આઈ કાર્ડ માગી ખાતરી કરી લેવી જોઇએ જેથી આવા બની બેઠેલા પોલીસના છેતરપિંડીના સામાન્ય માણસ ભોગ બનતાં બચી શકે.