આણંદ: સોમવાર સવારે 11 કલાકે તમામ નગરપાલિકામા ચૂંટણી યોજાઇ હતી. જેમા વિદ્યાનગર પાલિકામા પ્રમુખ પદે પ્રકાશભઇ માછી, ઉપપ્રમુખમાં મહેન્દ્રભાઇ પટેલના નામ વરણી કરવામા આવી છે. જ્યારે કરમસદ પાલિકામા પ્રમુખ પદે નિલેશભાઇ પટેલ તેમજ ઉપપ્રમુખ પદે દર્શનાબેન પટેલની વરણી કરવામા આવી છે.
આ સાથે ઓડ નગરપાલિકાના પ્રમુખ પદે મીનાબેન તળપદા તેમજ ઉપપ્રમુખ પદે રમણભાઇ રાઉલજી વરણી કરાઈ છે. જ્યારે બોરીયાવી પાલિકામા પ્રમુખ પદે મફતભાઇ રાઠોડ, ઉપપ્રમુખ પદે અમરસિંહ રાઠોડ, આજ રીતે આંકલાવ પાલિકામાં પ્રમુખ પદે સંતોલભાઇ પટેલ, ઉપપ્રમુખ જયાબેન પરમારના નામની વરણી કરવામા આવી છે.
કરમસદ અને વિદ્યાનગર પાલિકામા પ્રમુખ અને ઉપપ્રમુખના નામની વરણી થતા કાઉન્સેલરો દ્વારા ફૂલહાર અને મોહ મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી. આ સાથે મોદી સરકારના વિકાસના કામો લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. આ તમામ નગરપાલિકામાં શાંતિમય માહોલ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થઇ હતી.
નગરપાલિકા : વિદ્યાનગર
પક્ષ : ભાજપ
પ્રમુખ : પ્રકાશભાઈ ચીમનભાઈ માછી
ઉપપ્રમુખ : મહેન્દ્ર જશભાઈ પટેલ
નગરપાલિકા : ઓડ
પક્ષ : ભાજપ
પ્રમુખ : મીનાબેન સુરેશભાઈ દેવીપૂજક
ઉપપ્રમુખ : રમણભાઈ રાઉલજી
નગરપાલિકા : કરમસદ
પક્ષ : ભાજપ
પ્રમુખ : નિલેશભાઈ પટેલ
ઉપપ્રમુખ : દર્શનાબેન પટેલ
નગર નગરપાલિકા : બોરીયાવી
પક્ષ : કોંગ્રેસ(બિનહરીફ)
પ્રમુખ : મફતભાઈ એચ રાઠોડ
ઉપપ્રમુખ : અમરસિંહ એન રાઠોડ
નગરપાલિકા : આંકલાવ
પક્ષ : અપક્ષ
પ્રમુખ : સંતોલકુમાર પટેલ
ઉપપ્રમુખ : જયાબેન પરમાર