ETV Bharat / state

અમુલમાં ચૂંટણીનો માહોલ: રાજકીય પક્ષોએ કમર કસી - . 5 ઓગસ્ટના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ થઇ

વિશ્વવિખ્યાત અમૂલ ડેરી જે સૌથી મોટી સહકારી સંસ્થા છે. તેના નિયામક મંડળની મુદત પૂરી થઈ ગઈ હોવાથી તેની ચૂંટણીની કવાયત હાથ ધરવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પણ ચૂંટણીને લઇ કમર કસી હોય તેમ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સૌથી મોટી સહકારી સંસ્થાના સૂત્રો હસ્તગત કરવા માટે અત્યારથી પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આણંદઃ  અમુલમાં ચૂંટણીનો માહોલ, રાજકીય પક્ષો એ કમર કસી

author img

By

Published : Jul 27, 2020, 1:35 PM IST

આણંદઃ દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં નામના ધરાવતી આણંદની અમૂલ ડેરીની ચૂંટણીનો થનગનાટ શરૂ થવા જઇ રહ્યો છે. 5 ઓગસ્ટના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ થઇ ગયા બાદ સંભવત ઓગસ્ટ માસના અંતમાં ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે.

વર્તમાન કોરોનાની વિશિષ્ટ ગાઈડલાઈન અનુસાર ચૂંટણી યોજાય તેવી કવાયત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પણ ચૂંટણીને લઇ કમર કસી હોય તેમ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સૌથી મોટી સહકારી સંસ્થાના સૂત્રો હસ્તગત કરવા માટે અત્યારથી પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આણંદઃ  અમુલમાં ચૂંટણીનો માહોલ, રાજકીય પક્ષો એ કમર કસી
આણંદઃ અમુલમાં ચૂંટણીનો માહોલ, રાજકીય પક્ષો એ કમર કસી
વિશ્વવિખ્યાત અમૂલ ડેરી જે સૌથી મોટી સહકારી સંસ્થા છે. તેના નિયામક મંડળની મુદત પૂરી થઈ ગઈ હોવાથી તેની ચૂંટણીની કવાયત હાથ ધરવામાં આવી છે. જે સંદર્ભે ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા પ્રાંત અધિકારીએ કામચલાવ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ ગત 23 જુલાઇના રોજ કરી દીધી હતી અને 27 જુલાઈ સુધી મતદાર યાદી અંગેના વાંધા સૂચનો મંગાવ્યા હતા. ત્યારબાદ 5 ઓગસ્ટના રોજ ફાઇનલ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.

આ વખતે પણ બ્લોક વાઇસ ચૂંટણી યોજાનાર છે. જેને લઇ આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદ, ઠાસરા, બાલાસિનોર, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, માતર, નડિયાદ, અને વીરપુર બેઠક પર ચૂંટણી યોજાશે. આ સાથે જ એક વ્યક્તિગત બેઠક પર ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, સૌથી મોટી સહકારી સંસ્થા અમુલ પર કબજો જમાવવા માટે અત્યારથી જ રાજકારણમાં ગરમાવો દેખાઈ રહ્યો છે. જેને લઇ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ કરી આવી છે. નોંધવું રહ્યું કે, આણંદ જિલ્લાની ચાર બેઠકો પર કોંગ્રેસનો દબદબો છે.જ્યારે ખેડા અને મહિસાગર જિલ્લામાં પણ કોંગ્રેસનું વર્ચસ્વ વધું છે, પરંતુ અમૂલના વર્તમાન ચેરમેન રામસિંહ પરમારના પક્ષ પલટો કરી ભાજપમાં જોડાતા હવે આ સમીકરણોમાં કોઇ બદલાવ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે,અને તેના પર સૌની નજર સ્થિર થઇ છે.

ત્યારે ભાજપમાં જોડાયા બાદ રામસિંહ પરમારને GCMMF ફેડરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, પરંતુ ગત તારીખ 23મીના રોજ GCMMFના ચેરમેનની વરણીમાં રામસિંહ પરમારને રીપીટ કરવામાં આવ્યા નથી. જેને લઇ નવા રાજકીય સમીકરણો રચાય રહ્યા હોવાનું પણ અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. આ વખતે પણ અમુલમાં બ્લોક વાઇસ ચૂંટણી યોજાવાની છે. બંને પક્ષોએ કમર કસી છે. તેને જોતા આગામી દિવસોમાં આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના રાજકારણમાં મોટી ઊથલપાથલ જોવા મળે તેવા વાતાવરણનું સર્જન થયું ..

કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સહકારી ક્ષેત્રે પણ કોંગ્રેસનો દબદબો ઘણો રહ્યો છે. જેને લઇને જો રામસિંહ પરમાર દ્વારા ભાજપ સમર્થિત પેનલને મેદાનમાં ઉતારવામાં આવશે તો કોંગ્રેસ પણ પોતાની બેઠકો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. જેને લઇ અમૂલની ચૂંટણીમાં ભારે રાજકીય ગરમાવો આવે તેવું મનાઇ રહ્યું છે. જેના કારણે અમૂલની ચૂંટણી રસાકસી ભરી બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

આણંદ ખેડા અને મહીસાગરના અંદાજિત 1200 જેટલી દૂધ મંડળીઓ અમુલ સાથે સંકળાયેલી છે, અને આ મંડળીઓને મતદાન કરવાનો અધિકાર છે આ માટે કોણ મતદાન કરશે તે અંગેના ઠરાવો તમામ દૂધ મંડળીઓ પાસેથી મંગાવી લેવામાં આવ્યા છે, જિલ્લા રજીસ્ટાર દ્વારા તેના આધારે કામચલાઉ મતદાર યાદી પણ તૈયાર કરી તેને પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ફાઇનલ મતદારયાદી પાંચમી ઓગસ્ટે બહાર પડનાર છે,તે મુજબ એક બ્લોકમાં અંદાજિત 100 મતદારો હશે જે મતદાન કરશે જેના કારણે દરેક બ્લોકમાં 100 મતદારો મતદાન કરી શકાશે.

વર્તમાન કોરોના મહામારી વચ્ચે જ્યારે અમૂલની ચૂંટણી માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સંપૂર્ણ સરકારી ગાઈડલાઈનનું પાલન થાય તે અનુસારની વ્યવસ્થા તંત્ર દ્વારા અત્યારે નક્કી કરવામાં આવી રહી છે. તમામ મતદાન મથકોને સેનિટાઈઝરની સુવિધા ઉભી કરવામાં આવશે. તેમ જ મતદારોને ફરજિયાત પણે માસ્ક પહેરવા તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરવા જાગૃત કરવા માટે સૂચનો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ મતદાન કેન્દ્ર પર મતદારોની ભીડ એકત્ર થઈ જાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટેનું પણ નક્કર આયોજન કરવા તંત્ર દ્વારા વિચારણા કરાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.