આણંદ જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાનો લાભ સરળતાથી મળી શકે તે માટે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા જનવિકાસના લાભ નાગરિકો સુધી ઝુંબેશ રૂપે પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી. જેને તત્કાલીન કલેક્ટર દિલીપ રાણા દ્વારા મહત્વ આપીને તારાપુર તથા ખંભાત તાલુકાના છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાની ચળવળને ઝુંબેશ રૂપે શરૂ કારવામા આવી હતી. જેમાં તારાપુર બાદ ખંભાત તાલુકાના 70,000 નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 70,000 જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળ ઉપર એક જ દિવસે આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર દરેક નાગરિકોની ચિંતા કરે છે. તે માટે જનવિકાસના લાભોને ઝુંબેશ સ્વરૂપે સીધો નાગરિકો સુધી પહોંચાડી શકે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વિકાસની ઝુંબેશમાં ઉત્સાહ પૂર્વક કામ કરવા માટે મુખ્યપ્રધાન દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને માઈક્રો લેવલે જનજાગૃતિ લાવવા માંટે ખંભાત તાલુકાના તલાટીઓ અને સરપંચોનો આભાર માન્યો હતો.