- ઉમરેઠમાં ફરી એક વાર સરકારી અનાજની હેરાફેરી ઝડપાઇ
- 232 બોરી સરકારી અનાજ ભરેલી આઈસર ઝડપાઇ
- આઇસર સાથે એક શખ્સની પોલીસે કરી અટકાયત
- જથ્થો કાળાબજાર માટે સગેવગે કરવામાં આવતો હોવાનો ખુલાસો
આણંદઃ ઉમરેઠ પોલીસે ભગવાનવગા ખાતેથી 232 કટ્ટા સરકારી ઘઉંનો જથ્થો ભરેલી એક આઈસર ટ્રક સાથે ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં જથ્થો કાળાબજાર માટે સગેવગે કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.
ઉમરેઠમાં ગરીબોના હકનું અનાજ સગેવગે કરતા એક શખ્સના અટકાયત જથ્થો જપ્ત કરીને મામલતદારને જાણ કરીપ્રાપ્ત વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી ઉમરેઠ પોલીસે શહેરના ભગવાનવગા પાસે આવેલા બગીચામાં એક આઈશર ટ્રકને શંકાસ્પદ હાલતમાં જોતાં તપાસ કરવામાં આવી હતી. આઈસર ટેમ્પોની તપાસ દરમિયાન અંદરથી એક શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સની પુછપરછ કરવામાં આવતાં તેનું નામ મહંમદ આરીફ મલેક ઉમરેઠનો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે ટ્રકની તપાસ કરતા અંદરથી સરકારી માર્કાવાળા બારદાનમાં ઘઉં ભરેલા કટ્ટા મળી આવ્યા હતા. જેની ખાતરી કરતાં તે સરકારી અનાજ હોવાનું બહાર આવ્યું હતુ. ઉમરેઠ પોલીસે 232 કટ્ટા કે જેની કિંમત 4 લાખ 79 હજારથી વધુ થતી હતી. પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કરી મામલતદારને જાણ કરી હતી.સસ્તા અનાજની દુકાનદારો પાસેથી સરકારી ઘંઉનો જથ્થો ભરવામાં આવ્યોપોલીસે કરેલી જાણ બાદ મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી. આ સરકારી અનાજનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો ? ક્યાં લઈ જવામાં આવતો હતો ? જેવી બાબતોની તપાસ કરતાં ત્રણ જેટલા સસ્તા અનાજની દુકાનોવાળાને ત્યાંથી સરકારી ઘંઉનો જથ્થો ભરવામાં આવ્યો હતો. તેમજ આઈસરમાં ભરેલો ઘઉંનો જથ્થો ઠાસરા લઈ જવામાં આવતો હોવાનું સામે આવ્યુ હતુ.