- દાંડી યાત્રા પહોંચી આણંદ જિલ્લામાં
- 81 યાત્રીઓએ ડી.એન. હાઈસ્કૂલ ખાતે રાત્રિ રોકાણ કર્યું
- ગાંધીજીએ પણ દાંડી યાત્રા દરમિયાન અહીં જ કર્યું હતું રોકાણ
આણંદઃ આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગત તારીખ 12 માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા તારિખ 16 માર્ચના રોજ પાંચમા દિવસે આણંદ જિલ્લામાં પ્રવેશ કર્યો છે. ગાંધીજીએ આણંદ ખાતેની જે ડી.એન.હાઇસ્કૂલમાં રાત્રિ રોકાણ કર્યું હતું, તે જ જગ્યાએ 91 વર્ષ બાદ નીકળેલી દાંડી યાત્રાના 81 યાત્રીઓએ પણ રાત્રિ રોકાણ કર્યું છે. આ દિવસે રાત્રિના ડી.એન.હાઇસ્કૂલ ખાતે ગાંધી ચિંતન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદથી દાંડી યાત્રા શરૂ, 81 લોકો જોડાયા
બોરસદ ખાતેના સૂર્યમંદિર ખાતે રાત્રિ રોકાણ કરશે
દાંડી યાત્રાના નિર્ધારીત કાર્યક્રમ અને રૂટ અનુસાર તારિખ 18 માર્ચના રોજ દાંડી યાત્રિકો ડી.એન.હાઇસ્કૂલ ખાતેથી નાપા-વાંટા ગામ જવા પ્રસ્થાન કરશે અને ત્યાથી વિશ્રામ કરી બોરસદ જવા રવાના થશે. જયાં બોરસદ ખાતેના સૂર્યમંદિર ખાતે રાત્રિ રોકાણ કરશે. રાત્રિના સમય દરમિયાન યોજાનારી સભા, ગાંધી ચિંતન અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે.
આ પણ વાંચોઃ દાંડીયાત્રામાં જોડાયેલા લોકો સાથે ETV Bharatની ખાસ વાતચીત
દાંડી યાત્રિકોનું સ્વાગત કરવામાં આવશે
આ દાંડી યાત્રિકો જે માર્ગ પરથી પસાર થશે તે માર્ગમાં આવતાં ગામોના સરપંચો/આગેવાનો અને નાગરિકો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત આ દાંડી યાત્રિકો સાથે સ્વામી વિવેકાનંદ યુવા મંડળના 160 યુવાનો સૂર્યમંદિર સુધી જોડાશે. તેમજ છાસનું પણ વિતરણ કરવામાં આવશે.