ETV Bharat / state

દલજીતની ગેંગે ખંભાતના સોનીને માર મારી 24.25 લાખ લૂંટી લીધા - Anand letest news

તારાપુરના વેપારીનું અપહરણ કરીને ખંડણી માંગવાના ગુનામાં પકડાયેલા મહિયારીના દલજીત ચૌહાણ અને તેના 2 સાગરિતોએ ચારેક મહિના પહેલા ખંભાતના એક સોનીને દાગીના છોડાવવાના બહાને તેના ઘરે જઈને ગળા ઉપર છરો મૂકી માર મારીને કુલ 24.25 લાખની મત્તાની લૂંટ ચલાવ્યાનું ખુલતાં આ અંગે ખંભાત શહેર પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

aa
દલજીત અને તેમની ગેંગે ખંભાતના સોનીને માર મારીને 24.25 લાખ લૂંટી લીધા
author img

By

Published : Feb 5, 2020, 1:42 PM IST

આણંદઃ પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાતના ઘાસગવારા ખાતે આવેલી હીરા વરાણસીની પોળમાં પત્ની સાથે રહેતા નરેન્દ્રભાઈ જીવણલાલ સોની પોતાના ઘરે જ સોનાના દાગીના બનાવીને વેચવાનો તેમજ દાગીના ઉપર ધીરધાર કરવાનો વ્યવસાય કરતા હતા. તેમને ત્યાંથી મહિયારી ગામનો દલજીત ચૌહાણ પણ અવાર-નવાર દાગીના મૂકીને પૈસા લઈ જતો હતો. આઠેક મહિના પહેલાં દલજીત ચૌહાણ, અશોક અને મહાવીરે તેમને ત્યાં આવીને દાગીના મૂકી 2.40 લાખ રૂપિયા લઈ ગયા હતા.

તે દરમ્યાન ગત 28 તારીખના રોજ નરેન્દ્રભાઈની પત્ની પીયર ગઈ હતી અને તેઓ ઘરે એકલા જ હતા, ત્યારે દલજીત, અશોક અને મહાવીર આવી ચઢ્યા હતા અને દાગીના છોડાવવાની વાત કરી હિસાબ કરવાનું કહ્યું હતું. જેથી નરેન્દ્રભાઈ હિસાબ કરીને તિજોરીમાંથી દાગીના લેવા જતાં જ દલજીતે પેન્ટમાંથી ધારધાર છરો કાઢ્યો હતો અને નરેન્દ્રભાઈના ગળા ઉપર મૂકી દીધો હતો. મહાવીરે બન્ને હાથ પકડી રાખ્યા હતા અને દલજીતે થપ્પડો મારીને તિજોરીમાંથી સોનાના બિસ્કીટ, સોનાની લગડીઓ, સોનાના સિક્કા, સોનાના દાગીના, ચાંદીનો એક કિલો ચોરસો તેમજ રોકડા ૫.૫ લાખ મળીને કુલ 24.25 લાખની મત્તા લૂંટી એક થેલામાં મૂકી દીધી હતી.

દલજીત અને તેમની ગેંગે ખંભાતના સોનીને માર મારીને 24.25 લાખ લૂંટી લીધા

જો આ વાતની કોઈને જાણ કરીશ કે, પોલીસ ફરિયાદ કરીશ તો તને તારી પત્નીને મારી નાંખીશુ તેવી ધમકી આપી નરેન્દ્રભાઈના હાથ અને પગ પેન્ટ વડે બાંધીને ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીકના માર્યા આજ દિન સુધી નરેન્દ્રભાઈએ ફરિયાદ કરી નહોતી, પરંતુ તારાપુર પોલીસે દલજીત અને તેની ગેંગને ઝડપી પાડતાં તેઓએ ખંભાત શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ કરી હતી.

તારાપુરના કોન્ટ્રાક્ટર-સોનીનું અપહરણ કરીને 10-10 લાખ વસૂલ્યા હતા. જેમાં તારાપુરના વેપારીના અપહરણ કેસની તપાસ ચલાવી રહેલા પીઆઈ ડી. એસ. ગોહિલની તપાસમાં જણાવા મળ્યું હતું કે, મહિયારીના દલજીત ચૌહાણની ગેંગે અગાઉ તારાપુરના એક કોન્ટ્રાક્ટર અને સોનીનું અપહરણ કરીને તેઓને માર મારીને ધાકધમકી આપી 10-10 લાખની ખંડણી વસૂલ કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસ દ્વારા આ બન્ને ભોગ બનનારનો સંપર્ક કર્યો હતો, પરંતુ દલજીત અને તેની ટોળીની ધાકધમકીથી એટલા બધા ગભરાઈ ગયા છે કે, પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. પાંચેયની વિસ્તૃત પૂછપરછમાં બીજી પણ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવે તેમ છે.

Intro:તારાપુરના વેપારીનું અપહરણ કરીને ખંડણી માંગવાના ગુનામાં પકડાયેલા મહિયારીના દલજીત ચૌહાણ અને તેના બે સાગરિતોએ ચારેક મહિના પહેલા ખંભાતના એક સોનીને દાગીના છોડાવવાના બહાને તેના ઘરે જઈને ગળા ઉપર છરો મૂકી માર મારીને કુલ ૨૪.૨૫ લાખની મત્તાની લૂંટ ચલાવ્યાનું ખુલતાં આ અંગે ખંભાત શહેર પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.Body:પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાતના ઘાસગવારા ખાતે આવેલી હિરા વરાણસીની પોળમાં પત્ની સાથે રહેતા નરેન્દ્રભાઈ જીવણલાલ સોની (ઉ. વ. ૭૪)પોતાના ઘરે જ સોનાના દાગીના બનાવીને વેચવાનો તેમજ દાગીના ઉપર ધીરધાર કરવાનો ધંધો કરે છે. તેમને ત્યાંથી મહિયારી ગામનો દલજીત ચૌહાણ પણ અવાર-નવાર દાગીના મૂકીને પૈસા લઈ જતો હતો. આઠેક મહિના પહેલાં દલજીત ચૌહાણ, અશોક અને મહાવીરે તેમને ત્યા ંઆવીને દાગીના મૂકી ૨.૪૦ લાખ રૂપિયા લઈ ગયા હતા. દરમ્યાન ગત ૨૮-૨-૧૯ના રોજ નરેન્દ્રભાઈની પત્ની પીયર ગઈ હોય અને તેઓ ઘરે એકલા જ હતા ત્યારે દલજીત, અશોક અને મહાવીર આવી ચઢ્યા હતા અને દાગીના છોડાવવાની વાત કરી હિસાબ કરવાનું કહ્યું હતુ. જેથઈ નરેન્દ્રભાઈ હિસાબ કરીને તિજોરીમાંથી દાગીના લેવા જતાં જ દલજીતે પેન્ટમાંથી ધારધાર છરો કાઢ્યો હતો અને નરેન્દ્રભાઈના ગળા ઉપર મૂકી દીધો હતો. મહાવીરે બન્ને હાથ પકડી રાખ્યા હતા અને દલજીતે થપ્પડો મારીને તિજોરીમાંથી સોનાના બીસ્કીટ, સોનાની લગડીઓ, સોનાના સીક્કા, સોનાના દાગીના, ચાંદીનો એક કિલો ચોરસો તેમજ રોકડા ૫.૫૦ લાખ મળીને કુલ ૨૪.૨૫ લાખની મત્તા લૂંટી એક થેલામાં મૂકી દીધી હતી.
ત્યારબાદ જો આ વાતની કોઈને જાણ કરીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો તને તારી પત્નીને મારી નાંખીશુ તેવી ધમકી આપી નરેન્દ્રભાઈના હાથ અને પગ પેન્ટ વડે બાંધીને ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીકના માર્યા આજદિન સુધી નરેન્દ્રભાઈએ ફરિયાદ કરી નહોતી. પરંતુ તારાપુર પોલીસે દલજીત અને તેની ગેંગને ઝડપી પાડતાં તેઓએ આજે ખંભાત શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.

તારાપુરના કોન્ટ્રાક્ટર-સોનીનું અપહરણ કરીને ૧૦-૧૦ લાખ વસૂલ્યા હતા,જેમાં તારાપુરના વેપારીના અપહરણ કેસની તપાસ ચલાવી રહેલા પીઆઈ ડી. એસ. ગોહિલ ની તપાસમાં જણાવા મળ્યું હતુ કે મહિયારીના દલજીત ચૌહાણની ગેંગે અગાઉ તારાપુરના એક કોન્ટ્રાક્ટર અને સોનીનું અપહરણ કરીને તેઓને માર મારીને ધાકધમકી આપી ૧૦-૧૦ લાખની ખંડણી વસૂલ કરી હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસ દ્વારા આ બન્ને ભોગ બનનારનો સંપર્ક કર્યો હતો પરંતુ દલજીત અને તેની ટોળીની ધાકધમકીથી એટલા બધા ગભરાઈ ગયા છે કે પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. પાંચેયની વિસ્તૃત પૂછપરછરમાં બીજી પણ કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેમ છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.