- શહેરમા સંક્રમણને લઈ તંત્ર હરકતમાં
- માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના પાલનની કરવામાં આવી અપીલ
- માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું ઉલ્લંઘન કરનાર સામે તંત્રની લાલ આંખ
આણંદઃ જિલ્લામાં કોરોના સંક્રમણનો આંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, તેવા સંજોગોમાં સોમવારે જિલ્લામાં સૌથી વધુ 27 કેસ નોંધાતા તંત્ર એલર્ટ પર આવ્યુ છે, આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં કોરોના સંક્રમણના આકમાં થયેલ વધારાને કારણે તંત્ર દ્વારા પ્રજાને જાગૃત કરવા માટે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં સ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
નિયમોના પાલન માટે આણંદ શાક માર્કેટના વેપારીઓ કટિબદ્ધ
આણંદ જિલ્લાના મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં ETV BHARAT દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના વેપારીઓ અને નાગરિકો દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થતું નજરે પડ્યું હતું. આમ આણંદ શહેરના શાક માર્કેટમાં વેપારીઓ દ્વારા સરકારી ગાયનું પાલન થાય અને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે જાગૃતતા દાખવવામાં આવી રહી છે.
નિયમોનું પાલન નહીં કરનારા સામે દંડનીય કાર્યવાહી
આણંદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પણ નગરપાલિકાના આદેશથી શહેરના ભીડભાડ વાળા વિસ્તારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ માટે જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો અને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી શહેરી વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નિયમોનું પાલન ન કરનાર પર સખ્ત વલણ અપનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.