ETV Bharat / state

આણંદ જિલ્લામાં આગામી દિવસોમાં 11 કેન્દ્રો પર કોરોના રસીકરણની કામગીરી હાથ ધરાશે

કોરોના વાઇરસની રસીકરણ રાજ્યના જિલ્લાઓમાં પહોંચી છે, ત્યારે આણંદ જિલ્લામાં આગામી દિવસોમાં 11 કેન્દ્રો પર કોરોના રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

આણંદ જિલ્લામાં આગામી દિવસોમાં 11 કેન્દ્રો પર કોરોના રસીકરણની કામગીરી હાથ ધરાશે
આણંદ જિલ્લામાં આગામી દિવસોમાં 11 કેન્દ્રો પર કોરોના રસીકરણની કામગીરી હાથ ધરાશે
author img

By

Published : Jan 15, 2021, 8:21 AM IST

  • જિલ્લામાં 11 કેન્દ્રો પર સાવરના 8 કલાકથી ચાલુ થશે કોરોના રસીકરણ
  • પહેલા દિવસે 1100 લાભાર્થીઓને વિનામુલ્યે આપવામાં આવશે રસી
  • જિલ્લામાં 16 હજાર ઉપરાંત હેલ્થ વર્કરને અપાશે રસી

આણંદઃ કોરોના વેક્સીનને લઇ દેશની આતુરતાનો અંત નજીકના દિવસોમાં આવશે, ત્યારે આણંદ જિલ્લામાં પણ આગામી 16 તારીખથી કોરોના રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં જિલ્લા કલેકટરે મીડિયા સમક્ષ આ રસીકરણની સમગ્ર પ્રક્રિયા વિશે વિસ્તારમાં ચર્ચા કરી હતી.

આણંદ જિલ્લા કલેકટર આર.જી.ગોહિલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મોકલવામાં આવેલી 18,500 કોરોના રસીનો સ્ટોક આણંદ જિલ્લામાં આવી ગયો છે. જેને ખૂબ જ કાળજીપૂર્વક જિલ્લા વેક્સીન સ્ટોરમાં નિયમ અનુસારના તાપમાનમાં રાખવામાં આવ્યો છે. સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આઈ એલ.આર રેફ્રિજરેટરમાં આ સ્ટોકને રખાયો છે. હાલ જિલ્લામાં રસીના જથ્થાનો સંગ્રહ કરવા માટેની હાલ 40,000 રસીની ક્ષમતા ધરાવતા બે રેફ્રિજરેટર કાર્યરત છે. આ રેફ્રિજરેટરમાં વેક્સીન માટે આવશ્યક તાપમાન 2 થી 8 ડિગ્રી સે. ને જાળવી રાખવામાં મદદરૂપ બને છે.

આણંદ જિલ્લામાં આગામી દિવસોમાં 11 કેન્દ્રો પર કોરોના રસીકરણની કામગીરી હાથ ધરાશે

પહેલા દિવસે 1100 લાભાર્થીઓને વિનામુલ્યે આપવામાં આવશે રસી

16 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી રસીકરણની કાર્યવાહીમાં પ્રથમ દિવસે 1100 લાભાર્થીઓને રસી મુકવામાં આવશે. આ પ્રકારના 16,628 આરોગ્ય કર્મચારીઓને આવેલા જથ્થામાં આવરી લેવામાં આવશે. જિલ્લાના 11 કેન્દ્રો પર પ્રાથમિક રસીકરણ માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ કેન્દ્રોમાં 6 સરકારી કેન્દ્રો અને 5 ખાનગી સંસ્થાઓમાં રસીકરણ કેન્દ્રો ઉભો કરવામાં આવશે. જેમાં ત્રણ સ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રસીકરણમાં ક્યાં પ્રકારની પ્રક્રિયા રહેશે

લાભાર્થીઓને મોબાઈલ પર મેસેજથી અપોઈમેન્ટ આપવામાં આવશે. કોરોના વેક્સીન માટે જે લાભાર્થીઓને રસી આપવામાં આવશે તેમને અગાઉથી સિસ્ટમમાંથી મોબાઈલ પર મેસેજ કરી રસીકરણ માટે અપોઈમેન્ટ આપવામાં આવશે. જેમાં રસીકરણ કેન્દ્ર અને સમય અંગેની માહિતી લાભાર્થીને આપવામાં આવશે.

રસીકરણ કેન્દ્ર પર આવેલા લાભાર્થીઓને પ્રતીક્ષા કક્ષમાં બેસાડવામાં આવશે

જ્યારે મેસેજ મળ્યા બાદ લાભાર્થી રસીકરણ કેન્દ્ર પર પહોંચશે, ત્યારે તેને ક્રમમાં રસીકરણની પ્રક્રિયા માટે આગળ મોકલવામાં આવશે. તે પહેલાં આવેલા લાભાર્થીઓને પ્રતીક્ષા કક્ષમાં બેસાડવામાં આવશે. જ્યાં સોશિયલ ડિસ્ટનસિંગનું વિશેષ ધ્યાન રાખવા આવશે.

મેડિકલ ઓફિસર દ્વારા રસી મુકવામાં આવશે

પ્રતીક્ષા કક્ષમાંથી જ્યારે ક્રમ મુજબ લાભાર્થીનો નંબર આવશે તે પ્રમાણે મેડિકલ ઓફિસર દ્વારા લાભાર્થીને કોરોના વ્યક્તિને આપવામાં આવશે. આ પ્રક્રિયાનો અતિ મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવા આ ભાગમાં લાભાર્થીને 5 ML રસીનો ડોઝ આપવામાં આવશે.

30 મિનિટ માટે ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડવામાં આવશે

એકવાર લાભાર્થીને રસી મુક્યા બાદ તેને ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ સુધી મેડિકલ સ્ટાફના સીધા નિરીક્ષણ નીચે રાખવામાં આવશે. જો લાભાર્થીને રસી મુક્યા બાદ કોઈપણ રિએક્શન કે અન્ય કોઇ સમસ્યા નહીં હોય તો તેને રસીકરણ કેન્દ્ર પરથી જવા દેવા માટે અનુમતિ અપાશે અને જો રસી મુકાયા બાદ લાભાર્થીને કોઈ પણ પ્રકારની સમસ્યા કે એલર્જી જોવા મળે છે તો આવા કિસ્સામાં લાભાર્થીને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર પહોંચાડી જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જિલ્લા વેક્સીન સ્ટોર પરથી જ આ જથ્થો નિયમ અનુસાર કોલ્ડ ચેન મેન્ટેન કરીને તમામ રસીકરણ કેન્દ્રો પર પહોંચાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.