ETV Bharat / state

આણંદના ડેમોલમાં કોરોનાએ માથું ઊંચક્યું, ગામમાં સ્વયંભૂ લોકડાઉન - Demol Village

આણંદ જિલ્લાના ડેમોલ ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હાલ અંદાજિત 3,000ની વસ્તી ધરાવતું NRI ગામ છેલ્લા બે દિવસથી સ્વૈચ્છિક ઘરમાં પુરાયું છે.

આણંદ
આણંદ
author img

By

Published : Feb 19, 2021, 10:21 PM IST

  • આણંદના ડેમોલમાં કોરોનાએ માથું ઊંચક્યું
  • 3,000ની વસ્તી ધરાવતું ડેમોલ ગામમાં સ્વયંભૂ લોકડાઉન
  • ડેમોલ ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

આણંદઃ જિલ્લાના ડેમોલ ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હાલ અંદાજિત 3,000ની વસ્તી ધરાવતું NRI ગામ છેલ્લા બે દિવસથી સ્વૈચ્છિક ઘરમાં પુરાયું છે.

આણંદ
આણંદ

પ્રવાસથી પરત ફરેલા ગ્રામજનોનો પોઝિટિવ રિપોર્ટ

સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ ગામમાંથી જુદા-જુદા સમયે 90 જેટલા ગ્રામજનોએ આબુ અંબાજીનો પ્રવાસ કર્યો હતો. પ્રવાસથી પરત ફરેલા ગ્રામજનોમાં એક બાદ એક તબિયત બગડતા સ્થાનિકોએ કોવિડ-19 માટેના ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં મોટાભાગે પોઝિટિવ રિપોર્ટ આવતા સ્થાનિક કક્ષાએ કોવિડનો ભય વ્યાપ્યો હતો. જે બાદ સ્થાનિક આગેવાનો અને તાલુકા આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગની 6 જેટલી ટિમોને ગામમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં લગાવી શંકાસ્પદ લોકોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 20 જેટલા લોકો કોરોના સંક્રમિત હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ગામમાં કોવિડનો ભય વ્યાપ્યો હતો.

આણંદના ડેમોલમાં કોરોનાએ માથું ઊંચક્યું, ગામમાં સ્વયંભૂ લોકડાઉન

ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર

સ્થાનિકોનું માનીએ તો ગામમાં જ્યારથી કોરોના પ્રકોપ ફેલાયો છે, ત્યારના માત્ર 3 થી 4 છૂટાછવાયા કેસ ગામમાં જોવા મળ્યા હતા પરંતુ ગત 9 તરીખે ગામમાંથી મોટો સંખ્યામાં લોકો આબુ અંબાજીનો પ્રવાસ કરી પરત આવ્યા બાદ અચાનક 12,15 અને 17 ફેબ્રુઆરીના દિવસે ગામમાં કોવિડમાં લક્ષણો સાથે બીમાર પડેલા દર્દીઓની સંખ્યા ગંભીર રીતે વધતી નજરે પડી હતી. જે બાદ આરોગ્ય વિભાગના સહયોગથી દર્દીઓને જરૂરી સારવાર અને સંભવિત લક્ષણો ધરાવતા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરી ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, સાથે જ સવારે અને સાંજે માત્ર 1 કલાક બજાર ખુલે છે. જે દરમિયાન ગામ લોકો જીવન જરૂરી સામગ્રીની ખરીદી કરી સર્વાનુમતે લેવાયેલા નિર્ણયને સમર્થન આપે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.