- જિલ્લામાં કોરોના સંક્રમણમાં જોવા મળી રહ્યો છે સતત વધારો
- ગુરુવારે 48 લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં
- 62 લોકો થયા સ્વસ્થ, એકનું મોત
- 5,381 લોકોને રસી મૂકવામાં આવી
આણંદ: જિલ્લામાં પણ એપ્રિલ માસની શરૂઆતથી જ કોરોનાએ માથું ઊંચક્યું હોય તેમ સતત સંક્રમિત દર્દીઓના આંકડાઓ વધતા નજરે પડી રહ્યા છે. એપ્રિલ મહિનામાં પ્રથમ 15 દિવસમાં જિલ્લામાં કુલ 477 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા હોવાના આંકડા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. જ્યારે 229 જેટલા લોકો સારવાર લઈ સાજા થયા હોવાની માહિતી મળી રહી છે.
કોવિડ શંકાસ્પદ દર્દીઓના આંકડાની હકિકત સરકારી ચોપડે નોંધવમાં આવતી નથી
આણંદ જિલ્લામાં ગુરુવારે પ્રસિદ્ધ થયેલી યાદી અનુસાર આણંદ જિલ્લામાં કુલ 48 લોકો સંક્રમણનો ભોગ બન્યા હતા. જ્યારે 62 લોકોએ કોરોનાને માત આપી સાજા થઈ રજા મેળવી હતી. સતત બીજા દિવસે પણ આણંદ જિલ્લામાં એક દર્દીનું અવસાન થતાં જિલ્લાનો મૃત્યુ આંક 19 થયો છે. જ્યારે કોવિડ શંકાસ્પદ દર્દીઓના આંકડાની હકિકત સરકારી ચોપડે નોંધવમાં આવતી નથી.

આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારે કોરોનાનાં 22 કેસ નોંધાયા, 4,008 લોકોને અપાઈ કોરોનાની રસી
કુલ 2,63,056 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા
આણંદ જિલ્લામાં સરકારી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગના ઉભા કરેલા ટેસ્ટિંગ બૂથ પર આજ સુધીમાં કુલ 2,63,056 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 3,571 લોકો કોરોના પોઝિટિવ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 3,181 લોકો સારવાર મેળવી સ્વસ્થ બન્યા છે. જ્યારે 19 દર્દીઓનું કોરોના સંક્રમણને કારણે અવસાન થયું છે. હાલ જિલ્લામાં કુલ 371 એક્ટિવ કોરોનાના દર્દીઓ છે. જેમાંથી 20 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે 45 દર્દીઓ ઓક્સિજન પર, 5 દર્દીઓ વેન્ટિલેટર પર, 7 દર્દીઓ બાઈપેપ પર અને 314 દર્દીઓ સ્ટેબલ હોવાની માહિતી સરકારી યાદીમાં આપવામાં આવી છે.

આ પણ વાંચો : નવસારીમાં કોરોના વિસ્ફોટ, ગુરુવારે એકી સાથે 75 કેસ નોંધાયા
સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 1,918 બેડની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે
આણંદ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં કુલ 1,918 બેડની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાંથી મહત્તમ 50 ટકા ઉપરાંત બેડ ભરેલા હોવાનું બહાર આવી રહ્યું છે. જિલ્લામાં હાલ સરકારી બેડ અને પેડ બેડ મળી 527 બેડ વૉર્ડમાં છે. જ્યારે HDUના 871 બેડ છે. ICUમાં કુલ 368 બેડ છે. જિલ્લામાં 152 વેન્ટિલેટરની વ્યવસ્થા છે. આમ કુલ મળી 1,918 પથારીઓની જિલ્લામાં તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં 888 સરકારી અને 1,030 ખાનગી હોસ્પિટલમાં પેડ બેડનો સમાવેશ થાય છે.

45 વર્ષ કરતા મોટી ઉમરના લોકોને રસી મૂકાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિ મુજબ તંત્ર પૂર્ણ સજ્જ છે. જિલ્લામાં દર્દીઓને જરૂરી તમામ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે અને પરિસ્થિતિ ખૂબ ઝડપથી કાબૂમાં આવશે તેવી તેમને જાણકારી આપી હતી. સાથે જ તેમણે પ્રજાને પણ રસીકરણ અભિયાનનો લાભ લઇ 45 વર્ષ કરતા મોટી ઉમરના લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.