ETV Bharat / state

Advertising standards council દ્વારા Amul વિરૂદ્ધ કરાયેલી ફરિયાદો પાયાવિહોણી ગણાવીને ફગાવવામાં આવી - Delhi High court

એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની Amul ના એક વિજ્ઞાપનને લઈને BWC (Beauty without cruelty), PETA (People for ethical treatment for animals) અને શરન ઈન્ડિયા દ્વારા ASCI (Advertising standards council of india) સમક્ષ ફરિયાદો કરી હતી. આ ફરિયાદોને ASCIએ પાયાવિહોણી ગણાવીને Amul ને ક્લિનચીટ આપી હતી.

Advertising standards council દ્વારા Amul વિરૂદ્ધ કરાયેલી ફરિયાદો પાયાવિહોણી ગણાવીને ફગાવવામાં આવી

author img

By

Published : May 29, 2021, 10:33 PM IST

Updated : May 29, 2021, 11:05 PM IST

  • અમૂલ વિરૂદ્ધ PETA, BWC સહિતની કંપનીઓ કરી હતી ફરિયાદ
  • દૂધ અને અમૂલ વિશેની ભ્રામક માહિતી અંગેના વિજ્ઞાપનને લઈને કરાઈ હતી ફરિયાદ
  • ASCI દ્વારા તમામ ફરિયાદો પાયાવિહોણી ગણાવીને રદ્દ કરવામાં આવી

આણંદ: Amul કંપનીના એક વિજ્ઞાપનને લઈને વિવાદ થયો છે. પ્રાણી ક્રૂરતા અંગે કામ કરતી સામાજિક સંસ્થા PETA (People for ethical treatment for animals), BWC (Beauty without cruelty) તેમજ શરન ઈન્ડિયા દ્વારા ASCI (Advertising standards council of india) સમક્ષ Amul વિરૂદ્ધ 3 ફરિયાદો કરવામાં આવી હતી. જેને ASCIએ ફગાવી દીધી છે.

Advertising standards council દ્વારા Amul વિરૂદ્ધ કરાયેલી ફરિયાદો પાયાવિહોણી ગણાવીને ફગાવવામાં આવી
  • ASCI સમક્ષ કરવામાં આવેલી 3 ફરિયાદોમાં કરાયેલા દાવાઓ

1. દૂધ એ સંપૂર્ણ આહાર નથી, આરોગ્ય માટે હાનિકારક છે અને શાકાહારી આહારની તુલનામાં ઓછું પોષક છે.

2. ડેરી ફાર્મિંગ પશુઓ માટે યોગ્ય નથી અને પશુઓ ક્રૂરતાનો ભોગ બને છે.

3. પ્લાન્ટ આધારિત પીણાં ડેરીના દૂધની તુલનામાં વધુ પર્યાવરણલક્ષી આહાર વ્યવસ્થા છે

Amul દ્વારા ફરિયાદોને લઈને શું જવાબ અપાયો?

આ ફરિયાદો સંદર્ભે Amul દ્વારા ASCI સમક્ષ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વિજ્ઞાપનમાં જણાવાયેલી હકિકતોના વૈજ્ઞાનિક તારણો, પ્રસિદ્ધ થયેલા અહેવાલો અને Food Safety and standards Act 2006 અને સંબંધિત નિયમોમાં સમાવેશ કરાયેલી અસંદિગ્ધ વૈધાનિક જોગવાઈઓ ટાંકીને જણાવ્યું હતું કે, ફરિયાદીઓએ કરેલા દાવા કેટલા ખોટા, આધારવિહીન અને પાયા વિહોણા છે. ASCI એ આ ફરિયાદોના સંદર્ભમાં Amul એ આપેલા જવાબોને ધ્યાનમાં લઈને ચુકાદો આપ્યો હતો. જેમાં Amul દ્વારા જણાવેલા તમામ મુદ્દા માન્ય રાખ્યા હતા અને એવું અવલોકન કર્યુ હતું કે, દૂધ એ પોષક આહાર છે અને તે કેલ્શિયમ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટસ, ફેટ, મિનરલ્સ અને પ્રોટીનથી સમૃદ્ધ છે. અર્થાત ASCI એ ત્રણેય ફરિયાદોને ફગાવીને વિજ્ઞાપનમાં અમૂલે જણાવેલા મુદ્દાને માન્ય રાખ્યા છે. ASCI એ એવું પણ અવલોકન કર્યું હતું કે, પ્લાન્ટ આધારિત દૂધને ભારતના Food Safety and Standards Act માં 'દૂધ'ની પરિભાષામાં આવરી લેવામાં આવ્યું નથી. આ પીણાંને ખોટી રીતે દૂધના સ્વાંગમાં રજૂ કરવામાં આવે છે અને તે ડેરી પ્રોડક્ટ હોય તે રીતે ખોટો દેખાવ ઉભો કરવામાં આવે છે.

શું હતો વિવાદ ?

જે વિજ્ઞાપનને લઈને વિવાદ થયો છે, તે Amul તરફથી જાહેર હિતમાં તથા દૂધ અને દૂધની બનાવટો અંગે ગેરમાર્ગે દોરતાં લેખોમાં દેખાયેલા ઓચિંતા ઉછાળાને તેમજ વિવિધ વ્યક્તિઓ/ સંસ્થાઓ તરફથી ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મિડીયામાં પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલોને ચિંતાજનક ગણીને જાહેર કરવામાં આવ્યું હતું. આ અહેવાલોમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, ડેરી ઉદ્યોગ પ્રાણીઓ સાથેની ક્રૂરતામાં સામેલ છે અને સમાંતરપણે Amul અને તેનાં ઉત્પાદનોની નિંદા કરવામાં આવી હતી અને તેની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવામાં આવી હતી.

  • લેખ અને વીડિયોમાં કરાયેલા ખોટા આક્ષેપો

1. ડેરી ઉદ્યોગ પશુઓ પર ક્રૂરતા આચરે છે

2. દૂધના સેવનથી કેન્સર અને અન્ય બિમારીઓ થાય છે

3. પ્લાન્ટ આધારિત પીણાં દૂધ કરતા વધુ તંદુરસ્તી પ્રદાન કરે છે

ખોટી માહિતી ફેલાવવા જવાબદાર કોણ?

Amul ના મતે, આ પ્રકારના લેખો અને વીડિયોઝ લેબોરેટરીમાં આહાર તૈયાર કરતી અને વેચતી કંપનીઓ મારફતે સ્પોન્સર કરવામાં આવ્યા છે અને તે ખોટી રીતે તેમની પ્રોડક્ટસને દૂધનું લેબલ આપવા માગે છે. દૂધ અંગે જે ખોટી માન્યતાઓ ઉભી કરવામાં આવી રહી છે તે પ્રજાના માનસમાં અપરાધભાવ અને ભય પેદા કરવા માટેનો સુઆયોજીત દુષ્પ્રચાર તેમજ બજાર વ્યૂહરચનાનો એક હિસ્સો અને માત્ર 'દૂધ' ને જ નહીં, પણ Amul જેવી સંસ્થાઓને બદનામ કરવાનો એક પ્રયાસ છે.

ભ્રામક માહિતી ફેલાવનારાઓ વિરૂદ્ધ કરી લાલ આંખ

Amul એ દિલ્હી હાઈકોર્ટમાં આ પ્રકારના લેખ અને વીડિયોઝ સામે તેમના કાઉન્સેલ એડવોકેટ અભિષેક સિંઘ મારફતે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી હાઈકોર્ટે આવા કિસ્સાઓમાં જે તે વ્યક્તિઓ સામે મનાઈ હુકમ આપીને તેમને Amul અંગેના તમામ સંદર્ભો દૂર કરવાનો આદેશ આપ્યો છે. કેટલાક કિસ્સાઓમાં તો હાઈકોર્ટે આવી વ્યક્તિઓને તેમનાં બેન્ક સ્ટેટમેન્ટ રજૂ કરવા પણ જણાવ્યું છે. જેના પરથી ખાત્રી કરી શકાય કે, આ પ્રકારના નિંદા કરતા લેખ/ વીડિયોઝને પ્લાન્ટ આધારિત આહાર અને પીણાં બનાવતી કંપનીઓ તરફથી સ્પોન્સર કરવામાં આવ્યા છે કે નહીં તેનો ખ્યાલ આવે.

દૂધ 10 કરોડથી વધારે જમીનવિહોણા ખેડૂતોને રોજગારી આપવામાં કરે છે મદદ

ગ્રામ્ય ભારતમાં પશુપાલન એક મહત્વપૂર્ણ આવકનો સ્ત્રોત છે. ગાયોને તેમના દૂધ માટે ઉછેરવામાં આવે છે. ખેતર ખેડવા માટે, પરિવહન માટે તથા છાણ માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત જેવા ખેતીલક્ષી અર્થતંત્રમાં દૂધ 10 કરોડ જમીનવિહોણા અને સિમાંત ખેડૂતોનું જીવન ટકાવી રાખવામાં સહાયક બને છે અને GDPમાં રૂપિયા ૮ લાખ કરોડનું યોગદાન આપે છે. તો બીજી તરફ પ્લાન્ટ આધારિત પીણાં તૈયાર કરવામાં વપરાતી સોયાબીન, બદામ જેવી સામગ્રી અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે અને તેના મારફતે થતો નફો મોટા ભાગે વિદેશ સ્થિત કંપનીઓને પરત મોકલવામાં આવે છે. તેથી પ્લાન્ટ આધારિત આહાર ભારત દેશની GDPમાં અથવા ખેડૂતોની આજીવિકા કે કૃષિ ક્ષેત્રના ઉત્કર્ષ માટે કોઈ યોગદાન આપતો નથી.

પ્લાન્ટ આધારિત પીણાં તૈયાર કરતી કંપનીઓ વિરૂદ્ધ કરાઈ પિટીશન

દેશભરમાં 172 લાખથી વધારે ખેડૂત સહયોગીઓ ધરાવતી ડેરી ક્ષેત્રની મધ્યસ્થ સંસ્થા National Co operative Dairy Federation of India પણ મેદાનમાં આવ્યું છે. સંસ્થા દ્વારા સોયા ડ્રિન્ક અને આલમન્ડ ડ્રિન્ક જેવા પ્લાન્ટ આધારિત પીણાંનુ ઉત્પાદન કરતી કેટલીક કંપનીઓ વિરૂદ્ધ પિટીશન ફાઈલ કરી છે. જેમાં જણાવ્યું છે કે, Food Safety and Standards Act માં 'દૂધ'ની પરિભાષામાં ન આવનારા પ્લાન્ટ આધારિત પીણાં બનાવતી કંપનીઓ દ્વારા ખોટી રીતે તેમના પ્રોડક્ટ્સને દૂધ તરીકે રજૂ કરે છે. પિટીશનમાં કંપનીઓ તેમના પ્રોડક્ટ્સનું દૂધ તરીકે પ્રચાર કે વેચાણ ન કરી શકે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસ રસપ્રદ હોવાથી 24 મે 2021ના રોજ દિલ્હી હાઈકોર્ટ (Delhi High court) દ્વારા કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર, Food Safety and Standard Authority of India તથા પ્લાન્ટ આધારિત ફૂડ પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓના અભિપ્રાય મેળવવા માટે નોટિસ જારી કરી છે.

Amulનો PETA ઈન્ડિયાને જોરદાર જવાબ

આ અંગે ETV Bharat સાથે વાત કરતા GCMMF ના મેનેજિંગ ડિરેક્ટર ડો.આર એસ સોઢી એ જણાવ્યું હતું કે. PETA દ્વારા રજૂ કરવામાં આવેલો પ્રસ્થાવ પાયા વિહોનો છે ભારત દેશ માં પશુપાલન એ આજીવિકા છે વિદેશ માં પશુપાલન એક વ્યવસાય છે,જ્યાં દુધાળા પશુઓ માટે ક્રુરતાં જોવા મળતી હશે! પરંતુ ભારત માં પશુપાલન કરતા પશુપાલકો માટે પશુ ધન એક પરિવાર છે જ્યાં જ્યારે ઘરમાં રાખવામાં આવતી બે ત્રણ ગાય માંથી કોઈ ને બચુ આવવા નું હોય ત્યારે ઘરની સ્ત્રીઓ રાત રાત બહાર પશુ પાસે રહી બચ્ચાં ના જન્મ માટે રાહ જોવે છે,તેમને ઉમેરયુ હતું કે PETA એક વિદેશી સંસ્થા છે જે ભારતમાં પણ કાર્યરત છે જેના સંચાલકો મોટા શહેરો માં પોતાના ઘરે એક પાળતું પ્રાણી ને રાખે છે અને તેની સાથે પશુપાલકો ના પશુધન ની સરખામણી કરે છે જે બિલકુલ વ્યાજબી નથી,અમુલ જેવી સહકારી સંસ્થા પર 10 કરોડ જેટલા પશુપાલકો નિર્ભર રહે છે જેમાંથી 70 ટકા પશુપાલક પાસે જમીન પણ નહીં હોય જે નો પશુપાલન એક માત્ર વ્યવસાય છે અને તેના પર તે નિર્ભર કરે છે અને પરીવારનું ભરણ પોષણ કરે છે. માટે PETA એ વિચારવું જોઈએ કે, આ પશુપાલકોને આજીવિકા કોણ પૂરી પાડશે ?

Last Updated : May 29, 2021, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.