પેટલાદઃ સામાન્ય રીતે બજારમાં ગ્રહકો જાણીતા બ્રાન્ડની વસ્તુઓ ખરીદવામાં પ્રાધાન્ય આપતા હોય છે, એવામાં ઘણા કિસ્સામાં જાણીતી કંપનીના નામનો ઉપયોગ કરી અથવા મળતાવડા નામનો ઉપયોગ કરી ગ્રાહકોને વિશ્વાસમાં લેવાના પ્રયત્નો ભેજેબાજ દ્વારા કરવામાં આવે છે,આવો જ એક કિસ્સો આણંદના પેટલાદમાં સામે આવ્યો છે.
પેટલાદ પોલીસ દ્વારા ગંજ બજારમાં આવેલા લિજ્જત સોડાના કારખાને છાપો મરતા ફરિયાદમાં કરેલા ઉલ્લેખ મુજબના પુરાવા મળ્યા હતા. જેથી પોલીસે લિજ્જત સોડાના માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આવા, કિસ્સામાં જ્યારે ગ્રાહકો જાણીતી કંપનીના મળતાવડા નામથી વિશ્વાસમાં આવી બનાવટી વસ્તુઓ ખરીદીને છેતરાતાં હોય છે, ત્યારે આપણા દેશમાં કાયદાની રુહે આવી પ્રવૃત્તિઓ ગુનો બને છે. મોટાભાગના બનાવોમાં સજા અને આકરા દંડ પણ થતાં હોય છે. છતાં બજારમાં સહેલાઇથી આવી ડમી પ્રોડક્ટ પ્રખ્યાત બ્રાન્ડના નામનો ઉપયોગ કરી ટૂંકા સમયમાં મોટો નફો મેળવી લેતા હોય છે.
પેટલાદમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા દાવત કંપનીના મેનેજરની ફરિયાદના આધારે લિજ્જત સોડાની કંપનીમાંથી મળેલા જથ્થા અને લેબલને જપ્ત કરી આ છેતરપીંડીનો વ્યવસાય કેટલા સમયથી ચાલતો હતો અને આ તમામ ઘટનામાં કોણ કોણ જવાબદાર છે, તે દિશામાં તાપસ હાથ ધરી છે.