ETV Bharat / state

વરઘોડા દરમિયાન મહેમાનો અને સ્થાનિક યુવકો વચ્ચે શું થઈ ધમાલ? - Youngsters and Marriage Guest Combat

આણંદ તાલુકાના જોળ ગામે વરઘોડા દરમિયાન મહેમાનો અને સ્થાનિક યુવકો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ(Youngsters and Marriage Guest Combat ) ધારણ કરી લીધું હતું. ચારેક શખ્સ લાકડી સાથે હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ મામલે પોલીસે(Vidyanagar Police) વધું તપાસ હાથ ધરી ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

વરઘોડા દરમિયાન મહેમાનો અને સ્થાનિક યુવકો વચ્ચે શું થઈ ધમાલ?

author img

By

Published : May 21, 2022, 7:35 PM IST

આણંદ: આણંદ તાલુકાના જોળ ગામે(Jol village of Anand taluka) નીકળેલ વરઘોડા દરમિયાન મહેમાનો અને સ્થાનિક યુવકો વચ્ચે થયેલી બોલાચાલીએ(Youngsters and Marriage Guest Combat) ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં ચારેક શખ્સ લાકડી સાથે હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે(Vidyanagar Police) ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતનાં પ્રખ્યાત કલાકાર પર અસામાજીક તત્વોનો હુમલો, જાણો શું હતું કારણ...

છોકરા સાથે હાથ પગ અડકતા સામાન્ય બોલાચાલી - પ્રાથમિક વિગતો અનુસાર જોળ ગામે રહેતા વર્ષાબહેન વિઠ્ઠલ પરમારના પુત્ર જયેશના લગ્ન 15મી મેના રોજ આ નિમિત્તે રાત્રે તખાપુરાથી(Guest attending Marriage at Takhapur) જયેશના વરઘોડાનું આયોજન કરાયું હતું. વરઘોડામાં આશરે 150 જેટલા મહેમાનો ડીજેના તાલે નાચી રહ્યા હતા. આ દરમિયાન ઈન્દિરાનગરી પાસે(Indiranagari Jol village) વરઘોડામાં જોડાયેલા યુવક અને ઈન્દિરાનગરીના સુરેશ રાવજીના છોકરા સાથે હાથ પગ અડકતા સામાન્ય બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો: હળવદમાં મશ્કરીમાં ઉગ્ર બોલાચાલી થતાં મિત્રોના હાથે મિત્રની કરપીણ હત્યા

પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી - જોકે જે તે સમયે જયેશના પિતા વિઠ્ઠલે મામલો સંભાળી લીધો હતો. પરંતુ વરઘોડો દૂધ ડેરી પાસે પહોંચતા સુરેશ રાવજી, મુકેશ જશ, ભગા જશ, ભરત રમેશે લાકડી, દંડા સાથે વરઘોડા પર હુમલો કર્યો હતો. જેથી નાસભાગ મચી જવા પામી હતી. આ દરમિયાન ઉગ્ર બનેલા મામલામાં છૂટા હાથે મારામારી કરતા વરઘોડો વિખેરાઈ ગયો હતો. આ ઉપરાંત જયેશના પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. હુમલામાં મુકેશ છોટા, સંજય છોટુ, રાજેશ ઉદેસિંગ, ભાવેશ સુરેશ પરમારને નાની મોટી ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મારામારીમાં(Youngsters and Marriage Guest Combat0 જયેશના માતા વર્ષાબહેનના દાગીના, સોનાની ચેઈન તૂટી ગઈ હતી. આ ઘટના બાદ લગ્નવિધિ પતાવી વર્ષાબહેને વિદ્યાનગર પોલીસ મથકે ભરત રમેશ, ભગા જશ, મુકેશ જશ અને સુરેશ રાવજી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.