ચરોતરમાં તાપમાનનો પારો ગગળ્યો લઘુત્તમ તાપમાન 11.5 નોંધાયું
ઠંડી વધતા ગરમ કપડાંના બજારોમાં તેજી
આણંદ સહિત આસપાસના વિસ્તારમાં ઠંડીનો ચમકારો
ચરોતરમાં શીત લહેર નો ચમકારો ગરમ કપડાંના બજારમાં તેજી આણંદ:ચરોતરમાં શીત લહેરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.આણંદના તાપમાનનો પારો 11.5 ℃ થયું છે. જેની સીધી અસર જનજીવન પર પડી છે.વાતાવરણમાં ઠંડક ના કારણે લોકો એ ગરમ કપડાંની ખરીદી પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ઠંડીના કારણે ગ્રાહકોનો ઘસરો વધ્યોઆણંદ વિદ્યાનગર રોડ પર છેલ્લા 45 વર્ષથી ગરમ કપડાંના વેચાણ કરતા તિબેટીયન માર્કેટમાં ઠંડીના કારણે ગ્રાહકોનો ઘસરો વધ્યો છે. ઠડીમાં વધારો થતાં સ્થાનિક નાગરિકોએ ગરમ કપડાંની ખરીદી કરતા બન્યા છે. જેના કારણે ગરમ કપડાંના વેપારીઓને ત્યાં ગ્રાહકો એ મનપસંદ કપડાંની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.
ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ગરમ કપડાંના વેપારમાં મંદીનો માહોલલોકડાઉન અને કોરોનાના કારણે આ બજારોમાં પણ સરકારી નિયમોનું પાલન સાથે ગ્રાહકો ને ગરમ કપડાંનું વેચાણ માટે પ્રવેશ આપવામાં આવે છે. સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્કના નિયમો ને ધ્યાને રાખી બજારોમાં ગરમ કપડાંનું વેચાણ કરવામા આવી રહ્યું છે.આણંદમાં ગરમ કપડાંના વેપારીનું માનીએ તો ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ગરમ કપડાંના વેપારમાં મંદીનો માહોલ સર્જાયો હતો. સાથે જ કમોસમી વરસાદથી પણ ગરમ કપડાંના વેચાણ પર અસર થઈ હતી.કોરોના કાળમાં પણ ગ્રાહકો સંક્રમણ અને આર્થિક સંકડામણના કારણે ગ્રાહકોનો નહિવત ઘસરો જોવા મળતો હતો.છેલ્લા થોડા દિવસો થી કમોસમી વરસાદ બાદ ચરોતરમાં આવેલ શિત લહેરના કારણે જ્યારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તેના કારણે હવે સ્થાનિકો ગરમ કપડાંની ખરીદી કરતા બન્યા છે.
વેપારીઓ માટે 2020 નું વર્ષ ચિંતાનો વિષય બન્યો હતોઆણંદમાં છેલ્લા 40 વર્ષ થી તિબેટ થી શિયાળાના મોસમમાં ગરમ કપડાંનો વેપાર કરવા આવતા વેપારીઓ માટે 2020નું વર્ષ ચિંતાનો વિષય બન્યો હતો.જે પ્રમાણે આ વર્ષે પહેલા કોરોના અને ત્યારબાદ થયેલ કમોસમી વરસાદના કારણે વેપારીઓ ને બેસી રહેવા મજબૂર કર્યા હતા, પરંતુ અચાનક વાતાવરણમાં આવેલ પલટાના કારણે હવે લોકો ગરમ કપડાંની ખરીદી કરતા બન્યા છે. આણંદમાં ગરમ કપડાનો વેપાર કરતા વેપારીઓ માટે બજારમાં તેજી જોવા મળી રહી છે.જેથી વેપારીઓમાં આ શીત લહેર આશાના કિરણ સમી સાબિત થઈ રહી છે.