ETV Bharat / state

આણંદ જિલ્લામાં 1 એપ્રિલ સુધી 3,088 કોરોના કેસ - Corona epidemic

રાજ્યામાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે આંણદમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 1 એપ્રિલ સુધી આંણદ જિલ્લામાં 3,088 લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે.

gujrat
આણંદ જિલ્લામાં 1 એપ્રિલ સુધી 3,088 કોરોના કેસ
author img

By

Published : Apr 2, 2021, 8:25 PM IST

  • આણંદ જિલ્લામાં કોરોનાએ લીધો 17 લોકોનો ભોગ
  • 2.41 લાખ લોકોએ કરાવ્યા કોરોના ટેસ્ટ
  • કુલ 3,088 લોકો બન્યા સંક્રમણનો ભોગ

આંણદ : છેલ્લા એક વર્ષથી દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં આણંદ જિલ્લામાં પણ ત્રણ હજાર ઉપરાંત લોકો સપડાઇ ચૂક્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ આણંદ જિલ્લામાં કુલ 3,088 લોકો પહેલી એપ્રિલ સુધી કોરોનાથી સંક્રમિત થાયના આંકડા સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં લાગુ કરાયેલા લોકડાઉનથી 1 એપ્રિલ 2021 સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 2,41,758 લોકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે, જેમાંથી 2,38,670 લોકોનો કોરોના રેપિડ ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતો, જ્યારે 3,088 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હોવાની માહિતી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.

CORONA
આણંદ જિલ્લામાં 1 એપ્રિલ સુધી 3,088 કોરોના કેસ

આ પણ વાંચો : આણંદ જિલ્લાના નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ પર

આંણદમાં 3 હજારથી વધુ કારોના કેસ

આણંદ જિલ્લા સંક્રમિત બનેલા 3,088 લોકોમાંથી 1એપ્રિલ સુધીમાં 2,952 લોકો કોરનાને માત આપી સ્વસ્થ થયા છે, જ્યારે જિલ્લામાં 17 લોકોના કોરોના સંક્રમણના કારણે સારવાર દરમિયાન મોત થયા હોવાના આંકડા સરકારી રિપોર્ટમાં સામે આવી રહ્યા છે. આણંદ જિલ્લામાં 119 એક્ટિવ કેસ છે, જેમાંથી ફક્ત 2 દર્દી વેન્ટિલેટલર પર છે, જ્યારે અન્ય 117 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ હોવાની માહિતી મળી રહી છે. જિલ્લામાં કોરોનાના વધતા આંકડા જોતા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. તંત્ર દ્વારા જિલ્લામાં સરકારી દવાખાનામાં ટેસ્ટિંગ માટેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે, ત્યારે ગુરુવારના રોજ જિલ્લામાં 19 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. જ્યારે 11 લોકોએ કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ બની દવાખાનામાંથી રજા મેળવી હતી. જિલ્લામાં એક્ટિવ 119 દર્દીઓમાંથી 10 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે, જ્યારે અન્ય લોકો જિલ્લામાં વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો : આંણદના ઓડમાં 21 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત

ખાનગી હોસ્પિટલની કોઈ માહિતી નહીં

આણંદ જિલ્લામાં ગત માર્ચ માસમાં 400થી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી સરકારી ચોપડે નોંધાઈ છે, જ્યારે સરકારી સિવાય ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓના આંકડા જો તંત્ર દ્વારા બહાર લાવવામાં આવે તો જિલ્લાની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છે. હાલની પરિસ્થિતિએ જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે કોરોના સામે હવે નાગરિકોએ જાગૃત બની પોતાની સલામતી અને સ્વાસ્થ્ય થઈ ચિંતા કરવી આવશ્યક બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.