કચ્છઃ સીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી (Haraminala area of Kutch) પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 5 પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે અને 1 પાકિસ્તાની માછીમારને પકડી લેવામાં આવ્યો છે.ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાં ગુજરાતના ( India Pakistan maritime boundary in Gujarat) કચ્છ સરહદે હરામીનાળા વિસ્તારમાં સતત આ ઘટનાઓ બની રહી છે.
બીએસએફની પેટ્રોલિંગ ટીમે ફિશિંગ બોટને જપ્ત કરીઃ આજે સવારે BSF ભુજની પેટ્રોલિંગ પાર્ટીએ હરામીનાળા વિસ્તારમાં 5 પાકિસ્તાની ફિશિંગ બોટ (Pakistani fishing boat ) અને કેટલાક માછીમારોની હિલચાલનું નિરીક્ષણ કર્યું હતું. બીએસએફ પેટ્રોલિંગ ટીમ (BSF Patrol Team) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હરામીનાળા વિસ્તારમાંથી 5 પાકિસ્તાની ફિશિંગ બોટ અને એક પાકિસ્તાની માછીમાર સહિત જપ્ત (BSF Patrol Seized Five Pakistani Boats) કરી હતી.
આ પણ વાંચોઃ BSF દ્વારા હરામીનાળા વિસ્તારમાંથી 2 પાકિસ્તાની બોટ જપ્ત કરાઈ, માછીમારો નાસી છૂટવામાં સફળ
ઘૂસણખોર પાકિસ્તાની ( Infiltrator Pakistani) માછીમારોને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પાકિસ્તાની માછીમારો માછલીની લાલચમાં અનેકવાર ભારતની સીમામાં આવી જતા હોય છે.
આ પણ વાંચોઃ Pakistani Fishermen in Bhuj : BSFએ પાકિસ્તાની માછીમારોને ચટાડી ધૂળ
બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યુંઃ જપ્ત કરાયેલ બોટની (BSF Patrol Seized Five Pakistani Boats) સઘન તપાસ કરવામાં આવી હતી અને બોટમાંથી માછીમારીની જાળ અને માછીમારીના સાધનો અને માછલીઓ સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. આ વિસ્તારમાં ( India Pakistan maritime boundary in Gujarat) બીએસએફના( BSF ) જવાનો દ્વારા હજી પણ સઘન શોધખોળ ચાલુ છે. ઉલ્લેખનીય છે ગઈકાલે પણ 2 પાકિસ્તાની માછીમારી બોટ કબજે કરવામાં આવી હતી જ્યારે પાકિસ્તાની માછીમારો નાસી છૂટવામાં સફળ રહ્યા હતાં.