- સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આણંદ જિલ્લામાં ભગવો લહેરાયો
- જિલ્લા પંચાયતમાં ભાજપનો 35 બેઠકો સાથે વિજય
- જિલ્લામાં 8 તાલુકામાંથી 7 પર ભાજપની જીત
- જિલ્લામાં તમામ 6 નગરપાલિકામાં ભાજપની જીત
- કરમસદ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારની જીત
આણંદઃ આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયતની 42 બેઠકોમાંથી 35 બેઠકો પર ભારતીય જનતા પક્ષે જીત મેળવી જિલ્લા પંચાયતમાં સત્તા સ્થાપિત કરી છે. જ્યારે જિલ્લામાં આવેલા 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયત પર ભાજપ સત્તા મેળવવામાં સફળ નીવડ્યો છે. આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, તારાપુર, સોજીત્રા અને ખંભાત તાલુકા પંચાયતનો તેમાં સમાવેશ થાય છે. સાથે જ જિલ્લાની 11 નગરપાલિકા પૈકી 6 નગરપાલિકામાં સત્તાની મુદ્દત પૂર્ણ થતાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો કરી ભાજપે તમામ 6 નગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે. તથા કરમસદ નગરપાલિકાના વોર્ડ 1ની ખાલી પડેલી 1 બેઠકમાં પણ ભાજપે જીત મેળવી છે. ત્યારે જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખે મીડિયાને સંબોધન કર્યું હતું.
- પ્રજાનો પણ માન્યો આભાર
આણંદ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલે જિલ્લામાં ભાજપની ઐતિહાસિક જીતને સંગઠન અને કાર્યકરોની જીત ગણાવી પ્રજાનો આભાર માન્યો હતો અને આગામી સમયમાં નાનામાં નાની સમસ્યાઓનું સમાધાન કરી પ્રજા હિતના કર્યો કરી વિકાસનું રાજકારણ જિલ્લામાં સ્થાપિત કરવાની તૈયારી બતાવી હતી.
BJPની જીત તે સંગઠનની જીત: આણંદ જિલ્લા પ્રમુખ
આણંદ જિલ્લો જે કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો. તેમાં વર્ષ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ જિલ્લામાં ભગવો લહેરાયો હતો. જિલ્લામાં કોંગ્રેસને કારમી હાર બાદ જિલ્લા ભારતીય જનતા પક્ષમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
BJPની જીત તે સંગઠનની જીત: જિલ્લા પ્રમુખ