આણંદ: સાતમું પગાર પંચ સરકાર દ્વારા જાહેર કર્યાને ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ટેકનિકલ કર્મચારીઓને સાતમા પગાર પંચમાંથી અડગા રાખવામાં આવ્યાં છે. જેથી રોષે ભરાયેલા પ્રધ્યાપકોએ તંત્રના સામે આજે વિદ્યાનગરથી કાળા કપડાં ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
વિશ્વ વિદ્યાલયના પ્રધ્યાપકઓએ કાળા કપડાં ધારણ કરી સરકારને રજૂઆત કરી હતી કે, વહેલી તકે તેમની માગ સંતોષવામાં આવે અને જો તેમની માગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
પ્રધ્યાપક મંડળના પ્રમુખ અમિત ભાવસારે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સરકાર તેમની વાત નહીં સાંભળે તો ઉગ્ર આંદોલન કરી સરકારને રજૂઆત કરવામાં આવશે. તેમના આ વિરોધથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર તથા રોજિંદી કોલેજના કાર્યોમાં કોઈ પ્રકારનો ફેર પડશે નહીં. તેમના રોજીંદા કાર્યો કર્મચારીઓ તેટલી નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. તો સરકારે વહેલી તકે ટેકનિકલ અને ફાર્મસીના કર્મચારીઓને સાતમુ પગાર પંચ આપી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ.