આણંદઃ દેશમાં ચાલી રહેલા વર્તમાન લોકડાઉનના કારણે સોશિયલ ડિસ્ટન્સ રાખવું આવશ્યક બન્યું છે. ત્યારે હવે લોકો દ્વારા ઓનલાઇન ખરીદી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નાગરિકોમાં ઓનલાઇન ખરીદી વિશે આવેલ જાગૃતિ સાથે સાથે ઓનલાઈન છેતરપિંડીના તેટલા જ વધુ બનાવ બનવા પામ્યાં છે.
આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે રહેતા એક મહિલાએ facebook ઉપર લોભામણી જાહેરાત જોઈ તેમના બાળક માટે રમકડાનો ઓર્ડર આપવો ભારે પડ્યો હતો. મહિલાએ જાગૃકતા દાખવી પોલીસને જાણ કરતાં પોલીસની મદદથી મહિલા નાણાં પરત મેળવવામાં સફળ નીવડી હતી. ETV Bharatએ આ મહિલાની મુલાકાત લઇ તેની આપવીતી સાંભળી હતી. જાણો મહિલા સાથે બનેલી ઓનલાઈન ઠગાઈની બનેલી ઘટના વિશે વિસ્તૃત માહિતી મહિલાના શબ્દોમાં.
ભોગ બનનાર ભાવિકાબહેન પટેલે ETV Bharat ને જણાવ્યું હતું કે મે મહિનાની 26 27 તારીખે facebook ઉપર જ્યારે syska toy કંપનીની પોસ્ટ જોઈ તો બાળક માટે બેટરી સંચાલિત ગાડી મંગાવવાની ઈચ્છા થઈ, તો માર્કેટિંગ પેજ પર આપવામાં આવેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરી કારનાં ફોટોઝ મંગાવ્યાં હતાં.સામેથી આવેલ ફોટોઝમાંથી એક કાર પસન્દ આવતાં એ ખરીદવા ઇચ્છા વ્યક્ત કરી હતી, અને તે માટે માગેલ 17,500 રૂપિયા rtgs થકી syska car toyના ખાતામાં જમા કરાવ્યાં હતાં.
ઓનલાઈન ખરીદી કરતાં ચેતજો, જાણો આ કિસ્સા વિશે - Cheating
કહેવાય છે કે, 21મી સદી ટેકનોલોજીનો યુગ છે, ત્યારે ટેકનોલોજીના ઉપયોગ થકી આજે નાગરિકોની ઘણી આદતોમાં બદલાવ આવી રહ્યો છે. જેમાં ખરીદવેચાણ માટે હવે ઓનલાઈન ખરીદીનું ચલણ ખૂબ વધવા લાગ્યું છે. ત્યારે આ સાથે સંકળાયેલી આપ-લેમાં છેતરપિંડીની ઘટનાની સંખ્યામાં વધારો નોંધાય છે.