ETV Bharat / state

આણંદમાં સ્વામી વિવેકાનંદ મંડળએ ફેલાવી 1,77,000 વડીલોમાં જાગૃતતા

રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ માટે જાગૃતતા લાવવા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. જેમાં રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગના અંતર્ગત આવતો સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા મંડળ નોંધનીય કામગીરી કરી રહ્યું છે.

આણંદમાં સ્વામી વિવેકાનંદ મંડળએ ફેલાવી 1,77,000 વડીલોમાં જાગૃતતા
આણંદમાં સ્વામી વિવેકાનંદ મંડળએ ફેલાવી 1,77,000 વડીલોમાં જાગૃતતા
author img

By

Published : May 23, 2020, 7:08 PM IST

Updated : May 23, 2020, 8:55 PM IST

આણંદઃ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ મંડળ દ્વારા 800થી વધુ મંડળીઓમાં 1700થી વધુ સ્વયંસેવકો દ્વારા કોરોના વાયરસ અને તેના સંક્રમણથી બચવા રાખવા જેવી સાવચેતીઓ માટે જાગૃતતા લાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આણંદમાં સ્વામી વિવેકાનંદ મંડળએ ફેલાવી 1,77,000 વડીલોમાં જાગૃતતા
સમગ્ર રાજ્યમાં આણંદ જિલ્લામાં કલેકટરની સીધી દેખરેખ હેઠળ 1700 યોદ્ધાઓ દ્વારા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વડીલો તથા બાળકોમાં કોરોનાવાયરસ ના ચેપને ફેલાતો અટકાવવા ઘરે ઘરે જઈ જાગૃતતા લાવવામાં આવે છે. અત્યાર સુધી 1લાખ 77 હજાર વૃદ્ધ નાગરિકોને આ સ્વામી વિવેકાનંદ યુવા મંડળ દ્વારા જાગૃત કરી સુરક્ષિત કરવામાં આવ્યા છે.એક તરફ રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા હું પણ કોરોનાવાયરસ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે આણંદ જિલ્લાના આ પૂર્ણ યોદ્ધાઓએ ઘણા સમય અગાઉથી જ આ દિશામાં કામકાજ ચાલુ કરી દીધું હતું જે હવે જિલ્લામાં લગભગ પૂર્ણતાના આરે છે.સ્વામી વિવેકાનંદ મંડળના સંયોજક ચિરાગ રાવલ ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આણંદ જિલ્લા કલેકટર અને નોડલ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ મંડળના 1700 સ્વયંસેવકો આરોગ્ય અધિકારી પાસેથી પ્રશિક્ષિત કર્મચારીઓ પાસેથી ટ્રેનિંગ લઈ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોના વાયરસ અને તેનાથી બચવાના ઉપાયો માટે વડીલો અને બાળકોને જાગૃત કરવા કામ કરી રહ્યા છે. જે પ્રમાણે કરુણા વૃદ્ધો અને બાળકોને વધુ અસર કરે છે. તેને ધ્યાને રાખી જિલ્લા કલેકટર દ્વારા વિવેકાનંદ મંડળના સ્વયંસેવકોને યોદ્ધા તરીકે સમાજને સુરક્ષિત કરવા આગળ કરવામાં આવ્યા છે.

તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં વયસ્ક નાગરિકોને ફોન પર સંપર્ક કરી જાણકારી આપવામાં આવતી હોય છે. પરંતુ તેમની જાણકારી મુજબ ફક્ત આણંદ જીલ્લમાં જ ઘરે ઘરે જઈ યોજનાઓ દ્વારા નાગરિકોને જાગૃત કરવામાં આવે છે. જેથી આણંદ જિલ્લો અને તેના નાગરિકો કોરોના વાયરસ અને તેના સંક્રમણ વિશે વધુ જાગૃત બને તે દિશામાં સફળ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ચિરાગભાઈના જણાવ્યા અનુસાર સરકાર અને સમાજ વચ્ચે સુમેળ જળવાઈ રહે તથા સમાજમાં સરકારી લાભ પહોંચી છે, કે કેમ તે અંગે ગ્રામ્ય કક્ષાએ જાણકારી મેળવવા તથા ગ્રામ્ય કક્ષાની સમસ્યાઓ અને સરકાર સુધી પહોંચાડવા આ મંડળના સ્વયંસેવકો કામ કરતા હોય છે. જેને કોરોના મહામારી દરમિયાન આણંદ જિલ્લામાં કલેકટર દ્વારા જનજાગૃતિના અતિ મહત્વના કામ સોંપવામાં આવતા સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા મંડળના સ્વયંસેવકો કોરોના યોદ્ધા તરીકે ફરજ નિભાવી રહ્યા છે.

Last Updated : May 23, 2020, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.