આણંદ : અયોધ્યાના ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતમાંથી અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સત્ કૈવલ જ્ઞાન સંપ્રદાય સારસાના ગાદીપતિ આચાર્ય અવિચલદાસજી મહારાજ હિન્દુ આચાર્ય સભાના વાળા સ્વામી પરમાનંદજી રાજકોટ, છારોડી ગુરુકુળ સ્થાપક માધવપ્રિયદાસજી જામનગરના પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણિ, સ્વામિનારાયણ સંપ્રદાયના BAPSના વડા મહંત સ્વામીને રામ મંદિર ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ભૂમિ પૂજનમાં ગુજરાતના 5 સંતોને આમંત્રણ
- રામમંદિર શિલાન્યાસની ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે ગુજરાતના આ 5 અગ્રગણ્ય સંતો
- સંતો 4 ઓગસ્ટના રોજ વિમાનમાર્ગે લખનઉ પહોચશે
- આચાર્ય અવિચલદાસ મહારાજે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત
સમગ્ર ગુજરાતમાંથી માત્ર પાંચ જ હિન્દુ અગ્રણીઓ સંતોને વિશેષ નિમંત્રણ આપવામાં આવ્યું છે. સંતો 4 ઓગસ્ટના રોજ વિમાનમાર્ગે લખનઉ પહોંચશે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસ મહારાજ ઉપરાંત મહામંત્રી કોષાધ્યક્ષ સહમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
આ અંગે આચાર્ય અવિચલદાસ મહારાજે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ એક રામ જન્મભૂમિ વિવાદમાં અંત સાથે 5 ઓગસ્ટના દિવસે ભારતમાં નવો સૂર્યદય થશે. આગામી દિવસોમાં રાજનીતિની તાસીર અને દિશા બદલાઈ રહી છે.આગામી દિવસોમાં ભારતની રાજનીતિમાં રાષ્ટ્ હિતની વાત અને મુદ્દાઓ આવકાર્ય રહેશે.