ETV Bharat / state

આંકલાવમાં નાયબ મામલતદાર બાથરૂમમાં તો તારાપુરનો અધિકારી ઓફિસમાં કાળા કામ કરતા ઝડપાયા - લાંચરૂશ્વત વિરોધી શાખા

આણંદ જિલ્લો જાણે લાંચખોરીમાં નેતૃત્વ કરતો હોય તેવા કિસ્સા (ACB trap in anand gujarat )ઓ સામે આવી રહ્યા છે, આણંદ જિલ્લામાં શનિવારે બે અલગ-અલગ ઘટનાઓમાં લાંચરૂશ્વત વિરોધી શાખા દ્વારા આંકલાવના નાયબ મામલતદાર તથા તારાપુરના MGVCLના વર્ગ એકના ઈજનેર કર્મચારીને રંગેહાથ લાંચ લેતાં ઝડપી પાડવાની ઘટનાઓ બનતા જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

આંકલાવમાં નાયબ મામલતદાર બાથરૂમમાં તો તારાપુરનો અધિકારી ઓફિસમાં કાળા કામ કરતા ઝડપાયા

author img

By

Published : Dec 4, 2021, 11:00 PM IST

  • આણંદ જિલ્લામાં એક જ દિવસમા 2 લાંચીયા અધિકારીઓ ઝડપાયા
  • નાયબ મામલતદાર બાથરૂમમાં લાંચ લેતા ACBની ટ્રેપમાં પકડાયાં
  • આંકલાવ નાયબ મામલતદાર અને તારાપૂરનો MGVCLનો અધિકારી ઝડપાયો

આંકલાવ: રાજ્યમાં લાંચ માંગ્યા અને સ્વીકાર કર્યોની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે, તેમાં પણ આણંદ જિલ્લો જાણે લાંચખોરીમાં નેતૃત્વ કરતો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, આણંદ જિલ્લામાં શનિવારે બે અલગ-અલગ ઘટનાઓમાં લાંચરૂશ્વત વિરોધી શાખા (ACB trap in anand gujarat ) દ્વારા આંકલાવના નાયબ મામલતદાર તથા તારાપુરના MGVCLના વર્ગ એકના ઈજનેર કર્મચારીને રંગેહાથ લાંચ લેતાં (MGVCL official corruption ) ઝડપી પાડવાની ઘટનાઓ બનતા જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

આંકલાવમાં નાયબ મામલતદાર બાથરૂમમાં તો તારાપુરનો અધિકારી ઓફિસમાં કાળા કામ કરતા ઝડપાયા

નાયબ ઇજનેર રૂ.60 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ પકડાયાં

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના તારાપુરમાં ACB એ કરેલી કામગીરીમાં તારાપુરમાં ખેડૂત પાસે રૂ.60 હજારની લાંચ લેતા વીજ કંપનીનો અધિકારી રંગે હાથે પકડાયો છે, કમળની ખેતી માટે વીજ જોડાણ માંગનાર ખેડૂત પાસે નાયબ ઇજનેરે રૂ.2 લાખની લાંચ માંગી હતી, જેમાં તારાપુર ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરે પંથકના એક ખેડૂત પાસે કમળની ખેતી માટે વીજ જોડાણ આપવા રૂ.60 હજારની લાંચ માંગી હતી. જે સંદર્ભે આણંદ ACBએ છટકુ ગોઠવી શનિવારના રોજ લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યાં હતાં. તારાપુર સ્થિત મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતાં દિલીપકુમાર મગનભાઈ વસૈયા રૂ.60 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ પકડાયાં હતાં.

નાયબ મામલતદાર બાથરૂમમાં લાંચ લેતા પકડાયાં

આંકલાવના નાયબ મામલતદાર બાથરૂમમાં લાંચ લેતા પકડાયાં (Anklav Deputy Mamlatdar in ACB trap) છે, વડીલો પાર્જીત જમીનમાં નામો કમી કરવા રૂ.4 હજારની લાંચ માંગી હતી, બીજો હપ્તો આપવા જતાં છટકામાં ભેરવાયા હતાં. પ્રાપ્ત અહેવાલ મુજબ આંકલાવના નાયબ મામલતદાર અને બહુ ચર્ચીત ડી.બી. જાડેજાએ ખેડૂત પાસેથી વડીલો પાર્જીત જમીનમાંથી નામો કમી કરવા માટે રૂ. 4 હજારની લાંચ માંગી હતી. જેમાં બે હજાર સ્થળ પર આપ્યા બાદ બીજો હપ્તો આપતા સમયે ACBએ બાથરૂમમાં જ રંગેહાથ પકડી પાડ્યાં હતાં. આ કેસને લઇ મામલતદાર કચેરીમાં ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચો: Surat ACB in Action: વલસાડ ગ્રામ્ય પોલીસના ASIનો વચેટિયો 50,000ની લાંચ લેતા ઝડપાયો, ASI ફરાર

લાંચ માંગતા હોય તેવો વિડીયો બે વરસ પહેલા વાયરલ થયો હતા

આંકલાવના નાયબ મામલતદાર દિગ્વિજયસિંહ જાડેજા અગાઉ પેટલાદ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતાં હતાં. આ સમયે તેઓ અરજદાર પાસે કામ કરાવવા ખુલ્લેઆમ નાણા માંગતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોના પગલે તેમની તાત્કાલિક બદલી પણ કરવામાં આવી હતી. જોકે, યેનકેન પ્રકારે તેઓ આંકલાવ મામલતદાર કચેરીમાં મલાઇદાર વિભાગમાં ગોઠવાઇ ગયાં હતાં. આખરે તેઓ ACBમાં પકડાઇ ગયાં હતાં.

આ પણ વાંચો: ACBનો ગુજરાતમાં માસ્ટર સ્ટ્રોક: બે દિવસમાં ક્લાસ વન અધિકારી સહિત ત્રણને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.