ETV Bharat / state

NDDB પશુઓના આહારનું ઉત્પાદન કરનારા પ્લાન્ટ્સને રિફોર્મ્યુલેશનની સહાય પૂરી પાડશે - આણંદ

કોરોનાની મહામારીમાં હાલમાં ચાલી રહેલા લૉકડાઉને કારણે પશુઓના આહારનું ઉત્પાદન સંકટભરી સ્થિતિમાં મૂકાઈ ગયું છે. જ્યારે કોરોના દરમિયાન NDDB પશુઓના આહારનું ઉત્પાદન કરનારા પ્લાન્ટ્સને રિફોર્મ્યુલેશનની સહાય પૂરી પાડશે.

NDDB પશુઓના આહારનું ઉત્પાદન કરનારા પ્લાન્ટ્સને રીફોર્મ્યુલેશનની સહાય પૂરી પાડશે, ચેરમેન NDDB

author img

By

Published : Apr 24, 2020, 11:37 AM IST

આણંદઃ કોરોનાની મહામારીમાં હાલમાં ચાલી રહેલા લૉકડાઉને કારણે પશુઓના આહારનું ઉત્પાદન સંકટભરી સ્થિતિમાં મૂકાઈ ગયું છે. જ્યારે કોરોના દરમિયાન NDDB પશુઓના આહારનું ઉત્પાદન કરનારા પ્લાન્ટ્સને રિફોર્મ્યુલેશનની સહાય પૂરી પાડશે.

દૂધના લક્ષિત ઉત્પાદનને હાંસલ કરવા માટે ઘાસચારાના ઉપલબ્ધ સ્રોતોના વિવેકપૂર્ણ ઉપયોગ અને સંતુલિત આહાર દ્વારા દૂધાળા પ્રાણીઓની ઉત્પાદકતામાં વધારો કરવો જરૂરી છે. દૂધના ઉત્પાદન માટે પશુઓનો સંયોજિત ચારો અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને કોવિડ રોગચાળાને કારણે હાલમાં ચાલી રહેલા લૉકડાઉને પશુઓના આહારનું ઉત્પાદન સંકટભરી સ્થિતિમાં મૂકાઈ ગયું છે.

આ વિષય પર પ્રકાશ પાડતા NDDBના ચેરમેન દિલીપ રથે જણાવ્યું હતું કે, પશુઓના આહારનું ઉત્પાદન કરનારા ઘણાં પ્લાન્ટ હાલમાં કાચી સામગ્રીના અનિયમિત પુરવઠા તથા સામગ્રીના પેકિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ટ્રકોની ઘટી ગયેલી આંતરરાજ્ય હેરફેર તેમજ શ્રમિકોની અછતની પણ સમસ્યા સર્જાઈ છે. 20 એપ્રિલથી મહત્ત્વના ઉદ્યોગોને આપવામાં આવેલી છુટછાટોને પગલે થોડી રાહત મળશે તેવી આશા બંધાઈ છે.

પશુઓના આહારના ઉત્પાદન માટેની મહત્ત્વની કાચી સામગ્રી ઉપલબ્ધ ન હોવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને NDDBએ પશુઓના આહારનું ઉત્પાદન કરનારા પ્લાન્ટ્સને રિફોર્મ્યુલેશનની સહાય પૂરી પાડવાનું શરૂ કર્યું છે, જેથી કરીને પશુઓના આહારની માગને સંતોષી શકાય.

દિલીપ રથે જણાવ્યું હતું કે,NDDBના પશુ પોષણ તજજ્ઞોએ નિયમિત કાચી સામગ્રીની કિંમતો/ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી તેમજ જ્યારે પણ જરૂર જણાય ત્યારે નવી કાચી સામગ્રી (જેમ કે, કૉર્ન ગ્લુટેન ફીડ)નો સમાવેશ કરીને લીસ્ટ કૉસ્ટ ફોર્મ્યુલેશન (એલસીએફ) સોફ્ટવેરના ઉપયોગ મારફતે પશુઓના આહારની ઘણી પ્રોડક્ટ લાઇન્સ માટે પશુઓના આહારમાં સુધારો કરવા સહાય પૂરી પાડી છે.

ઉત્પાદનની પ્રક્રિયાને સુગમ બનાવવા માટે NDDB સમગ્ર દેશમાં પશુઓના આહારનું ઉત્પાદન કરતાં તમામ પ્લાન્ટ્સને આ ફોર્મ્યુલેશનની સહાય વિસ્તારવામાં આનંદ અનુભવશે. નિર્ધારિત માત્રામાં ઘાસચારાના નિયમિત ઉપયોગથી દૂધાળા પ્રાણીઓની પ્રજનનક્ષમતામાં વધારો થાય છે. પશુઓની તંદુરસ્તી જળવાય છે. વાછરડાઓની વૃદ્ધિ સુધરે છે, દૂધના ઉત્પાદનમાં વધારો થાય છે અને ઉત્પાદનખર્ચ ઘટે છે, જે પશુપાલકોને આખરે કોવિડ પછી સર્જાનારા પડકારો સામે ઝઝૂમવામાં મદદરૂપ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.